________________
પ૭૩
કરે છે. તેના ઉપર પણ કારણવશ, સંગવશ રાગ ઉત્પન્ન થે અને ગુણી પ્રત્યે રાગ ન થે એ દષ્ટિરાગ છે. બીજાની ઉપર-સમ્યક સાચે રસ્તો બતાવનાર પ્રત્યે પણ રાગ ન થાય, કેઈ એક વ્યક્તિ પર જ રાગ કેન્દ્રિત કરો અને બીજા પ્રત્યે અભાવ-અરૂચિ અપ્રીતિ વ્યકત કરવી એ જ દષ્ટિરાગની પ્રવૃતિ છે. સમાન ધર્મનું આચરણ કરનાર બધા હોવા છતાં પણ આ એક મારા છે, બસ ! હું આને જ માનું છું અને બાકી બધા આવા છે, તેવા છે, એવી વાતો કરવી. તેમના તરફ તિરસ્કારની વૃત્તિ રાખવી અને એકના તરફ જ સદ્દભાવ પ્રીતિ રાખવી એ દષ્ટિરાગ કયારેક-કયારેક સારા-સારા સજજનેને માટે પણ છેડે ઘણે કઠિન બની જાય છે. આથી રાગની સાથે જ દ્વેષની માત્રા પણ રહે છે અને દૂધમાં મીઠું નાંખવાની જેમ રાગમાં શ્રેષની માત્રા પણ ભરેલી પડી હોય છે. દેશના પર્યાયવાચી બીજા શબ્દ –
તેષને અમે સારી રીતે સમજી શકીએ એને માટે શ્રેષના કેટલાક જુદા જુદા શબ્દો છે. જે સમાન અર્થવાળા છે અને સમાન અર્થમાં પુંજન પણ કરવામાં આવે છે. જેને જોવાથી Àષ કેટલે લાંબો-પહોળે છે. એને સ્પષ્ટ ખ્યાલ આવે છે. વાચકવર્ય પ્રશમરતિ પ્રકરણ ગ્રંથમાં કહે છે –
ईर्ष्या रोषा दोषो द्वेषः परिवायमत्सगसूयाः ।
वैर प्रचण्डनाद्यानके द्वेषस्य पर्यायाः ॥ ઈર્ષા, રેષ, દોષ, દ્વેષ, પરિવાર, મત્સર, અસૂયા, વૈર અને પ્રચર્ડન વગેરે અનેક દ્રષના પર્યાયવાચી શબ્દ છે. આ બધા શબ્દોમાં જો કે સમાન અર્થવાળા છે તે પણ શબ્દ રચનાનુસાર અર્થમાં શેડો છેડે ભેદ પણ છે. (૧) ઈર્ષ્યા–બીજાની સંપત્તિ વગેરે વૈભવ વગેરે જોઈને મનમાં એ ભાવ થાય કે આની બધી સંપત્તિ નાશ પામે, બળી જાય. બીજા કોઈની પણ પાસે ધન-સંપત્તિ ન રહે, માત્ર મારી પાસે જ રહે. આ ભાવને ઈર્ષ્યા કહેવાય છે. (૨) રેષ–બીજાનું સૌભાગ્ય, રૂપ, યશ-પ્રતિષ્ઠા જોઈને જે કોધ ઉત્પન્ન થાય છે. તે રોષ છે. (૩) જે મનને ખરાબ કરે તે દોષ કહેવાય છે. (૪) પ્રીતિ-પ્રેમને નાશ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org