________________
૬૦૧
આથી વીતરાગી જ ભગવાન બની શકે છે. અને તે તથા વિરકત વૈરાગી ગુરૂ જ આ રાગ-દ્વેષના ચક્રથી બચાવી શકશે. વીતરાગી બનવા માટે વીતરાગનું આલંબન જ શ્રેષ્ઠ છે. એટલે ગુણે પ્રગટાવવા માટે ગુણે વડે ગુણીની પૂજા કરવાની છે. ગુણનુરાગની ઉપાસના
ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “નિર્ગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તણે આપ ગુણીને વળી ગુણરાગી, જગમાં નેહની કીર્તિ જાગી રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ. ભવથતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે.”
અદ્વેષ સ્વરૂપ જ કેગ સાધનામાં પ્રવેશનું પ્રથમ દ્વાર છે. નિર્ગુણ મનુષ્ય કયારે પણ ગુણવાનને જાણી નથી શકતે અને ગુણવાન જે એને
-તેજે ટ્રેષની વૃત્તિથી જીવે તે પણ ઘણું નુકશાન થાય તેમ છે. આથી સ્વયં ગુણવાન હોય અને વળી ઉપરથી ગુણાનુરાગી પણ હોય તે જ સોનામાં સુગંધની જેમ સાર્થક બને છે. જેવી રીતે સુંદર રંગ બેરંગી પુષ્પ હેય અને મીઠી મધુરી સુગંધ હોય તે પછી પૂછવું જ શું ? ગુણાનુરાગી એવા ગુણીની યશકીર્તિ જગતમાં પ્રસરે છે. આથી
જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં ગુણાનુરાગ અવશ્ય રાખવું જોઈએ. ગુણ અને ગુણી બંને ઉપર રાગ રાખવાથી તે તે ગુણેનું આપણામાં સંક્રમણ થશે. ગુણ કયારે પણ ગુણીને છોડીને અન્યત્ર નથી રહેતું. આથી ગુણ–ગુણીની અભેદ રૂપથી ઉપાસના કરવી જોઈએ. ગુણાનુરાગ એ ગુણી વ્યક્તિઓમાંથી ગુણોને ખેંચવા માટે લોહચુંબક સમાન છે. તેનાથી ગુણોનું આકર્ષણ થાય છે. આથી ષવૃત્તિ ટાળવા માટે ગુણદષ્ટ બનવાની જરૂર છે અને નિર્ગુણી ઉપર સમતા ભાવથી સમચિત્ત રહેવું એજ લાભ પ્રદ છે. ભવસ્થિતિનું ચિંતન કરવાથી ઉત્તમ ગુણે પોતાની મેળે પ્રગટ થાય છે. ગુણાનુરાગી પાસે Àષવૃત્તિ ટકી શકતી નથી.
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org