________________
૬૦૦
જાય તો શરીરને આત્માનું ભેદજ્ઞાન થતાં જીવ શરીરની આસક્તિથી જે ખુવાર થયું છે તે બંધ થઈ જાય. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવ જગતનું, આત્માનું, પરમાત્માનું, કર્મનું સ્વરૂપ સમજી શકે છે અને હેય, ય, ઉપાદેયને યથાર્થ વિવેક પ્રગટે છે. સ્વાનુભવથી હેય સમજી શકાય છે અને છેડી શકાય છે “રા ઘ પ્રમમાં મુક્તિ મા સ્થિરમત્ત ” સાચે જ કહ્યું છે કે રાગ-દ્વેષ રૂપી ભ્રમના અભાવમાં જ મનુષ્ય મોક્ષમાર્ગમાં સ્થિર બની શકે છે. અન્યથા નહી આથી જ સર્વ પ્રથમ રાગ-દ્વેષ જે આત્મશત્રુ છે તેને નાશ તો કરે જ પડશે. કારણકે એનાથી અનન્ત કાળમાં કેઈ ફાયદે તે થયો જ નથી. ઉલટું આત્મા અજ્ઞાની બનીને સંસારને લીલાછમ રાખી રહ્યો છે.
રાગ-દ્વેષથી મુક્ત થવા માટે વીતરાગીને આશ્રય,
સૌ પ્રથમ તે રાગ-દ્વેષ ટાળવા માટે આપણે વીતરાગી ને જ આશ્રય લેવો પડશે. જે સર્વથા રાગ-દ્વેષથી રહિત છે. જેમનામાં રાગશ્રેષની લેશ માત્રા શેષ રહી નથી. એમનું જ શરણ સ્વીકારવા યોગ્ય છે. એમની જ ઉપાસના કરવી જરૂરી છે. પરંતુ શરય એવા વીતરાગની ઉપાસના કરનારની ભૂમિકા એ હોવી જરૂરી છે કે તે પોતાની જાતને અશરણય માનતા હોય ! જ્યાં સુધી પુણ્યદયમાં, પદુ પ્રતિષ્ઠા, પરિવાર પૈસામાં શરણ્ય બુદ્ધિ છે. ત્યાં સુધી વાસ્તવિક અશરણ્યતાનું ભાન થતું નથી એથી જ્યારે જીવને ખરેખર અશરણતાનું ભાન થતું હોય, પુણ્યદય પણ ચાર દિવસની ચાંદની છે. પછી શું? એમ પુણ્ય પણ અશરણ્ય લાગે ત્યારે જીવને ધર્મ શરણ્ય રૂપ ભાસી શકે છે. પછી જ સાચી ઉપાસના કરી શકે છે. પછી અરિહંત સિદધ સાધુ અને ધર્મ શરણભૂત લાગતાં તેમની ભકિતમાં મન પરોવી દેવું જોઈએ. એમના ઉપદેશનું ગુંજન ચાલુ કરી દેવું જોઈએ અને તેમના ઉપદેશને અનુસરનારા સાધુ સાધવી મહાત્માઓનું આલંબન લેવું જોઈએ એટલું જ નહીં. પરંતુ રાગ વિનાના વીતરાગી અને દ્વેષ વિનાના વીતદ્વેષીઓના સિદ્ધાંતને અભ્યાસ કર જોઈએ. જે રાગી દ્વેષી દેવ-દેવી ભગવાન કે ગુરૂઓ કે સાધુઓનું શરણ લેવામાં આવે, તેમની જ ઉપાસના કરવામાં આવે તો કયારે ય પણ વીતરાગી બની શકાય નહી જે પોતે જ વીતરાગી નથી તે બીજાઓને કેવી રીતે વીતરાગી બનાવી શકશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org