________________
૫૯૯
બગડે, તેનું પતન થાય, દુઃખી થાય, તેને ત્યાં આગ લાગે, રાગમાં પટકાઈ પડે વગેરે વિચાર બીના ઘણા ખરાબ હોય છે. આવી વૃત્તિ લાંબા સમય સુધી ચાલવાથી વૈર–વૈમનસ્ય દુશમનતા વધે છે. અને તીવ્ર કર્મબંધ થાય છે. તેથી ઢષીને પિતાને બૌધિક વિકાસ પણ રૂંધાઈ જાય છે. ગુણમાં આગળ વધી શકતા નથી. તેની બુદ્ધિ એક સ્થાન પર કેન્દ્રિત થઈને અટકી જાય છે. શ્રેષ વૃત્તિથી કોઇની પર આક્ષેપ કરવાની, આરોપ કરવાની પ્રવૃત્તિ વધે છે. વૈષ કરનાર શ્રેષીને શ્રેષની અસર પોતાના મન અને શરીર બન્ને પર પડે છે. માનસિક રૂપે હંમેશા ચિંતાગ્રસ્ત, ઉદ્વિગ્ન રહે છે અને શરીર પણ વધતું નથી. શારીરિક વિકાસ અટકી જાય છે.
મનની વિચાર શક્તિમાં સંકુચિતતા જન્મ પામે છે. તે કેઈપણ ગુણવાનના ગુણેને પણ દ્વેષની દષ્ટિથી જ જુએ છે. તેથી અનેક દેષની માતા એવા શ્રેષનો ત્યાગ કરવો. જ ઉત્તમ છે.
દ્વેષને ટાળવાને ઉપાય
रागादिवैरिण : क्रुरान्मोहभूपेन्द्रपालितान् । निकृत्य शमशस्त्रेण मोक्षमार्ग निरुपय ॥ જ્ઞાનીઓએ આત્માને સંબોધન કરતાં કહ્યું છે કે હે આત્મા ! મેહ રૂપી રાજાએ પાળેલા રાગ-દ્વેષાદિ શત્રુઓનો શાન્તભાવરૂપ શસ્ત્રથી છેદન-ભેદન કરીને મેક્ષમાર્ગનું અવલોકન કર. આ રાગ-દ્વેષ તારા આમા ના અનાદિ શત્રુ છે જે અનન્તકાળથી તારી સાથે લાગેલા છે. હવે એને દૂર કરવા માટે તું વરસ્તુસ્થિતિનું યથાર્થ અવલોકન કર રાગ-દ્વેષ એ વિકતિ છે. અનાદિ કાળથી આત્મા પ્રેમ. જ્ઞાન અને સુખ સ્વરૂપ છે. આ ત્રણે પ્રકૃતિની વિકૃતિ આજે દેખાય છે. આપણે શુદ્ધ પ્રેમ રાગશ્રેષમાં Convert થઈ ગયેલ છે. આપણું જ્ઞાન, અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનમાં વિભકત થઈ ગયું છે અને આપણે આનંદ સ્વભાવ એ શાતા અને અશાતામાં રૂપાંતરિત થઈ ગયેલ છે. આ વાત જે સમજાઈ જાય તે રાગ દ્વેષ ને રાક મળતો બંધ થઈ જાય અનાદિકાળથી જીવે શરીરમાં રાગ કર્યો છે અને ઈદ્રિયોના વિષયે પિગ્યા છે. હવે જે અજ્ઞાન ટળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org