________________
૫૯૧
કષાયોના સંરકાર બીજા જન્મમાં પણ સાથે આવે છે અને આ રીતે જન્મ પરંપરાની સાથે આવેલી રાગ દ્વેષની માત્રા પણ વધતી જાય છે. આથી રાગ અને દ્વેષ બંને આત્માના શત્રુ જ છે. ભવવૃદ્ધિ કરાવવામાં મુખ્ય કારણ છે. રાગ દ્વેષથી કર્મબંધ
रागद्वेषोपहतस्य केवलं कर्मबंध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति यः परोह च शेयान् ॥ રાગ દ્વેષથી કેવળ કર્મબંધ જ થાય છે. પરંતુ અન્ય કઈ અલ્પ માત્ર પણ ગુણ થતો નથી.
यस्मिन्नि द्रियविषये शुभमशुभं वा निवेशयति भावम् । रक्तो वा द्विष्टो वा स बन्धहेतुर्भवति तस्य ॥
જીવ જે ઈન્દ્રિયના વિષયમાં ઈષ્ટ કે અનિષ્ટ ભાવ કરે છે, તે કારણ રાગ અથવા શ્રેષથી યુક્ત, હોવાથી એને તે ભાવ કર્મબંધને જ હેતુ બને છે.
तानेवार्थान् द्विषतस्तानेवार्थान प्रलीयमानस्य । निश्चयतोऽस्यनिष्टं न विद्यते किचिदिष्टं वा ॥
આ જીવ તે જ વિષયમાં ઠેષ કરે છે અને તે જ વિષયમાં રાગ પણ કરે છે. આથી એવું લાગે છે કે નિશ્ચયથી ન તે કઈ વિષય જીવને માટે રાગ કરવા યોગ્ય ઈષ્ટ પ્રિય પણ નથી અને ન તો કઈ વિષય દ્વેષ કરવા અપ્રિય અનિષ્ટ છે બધું જ કેવળ રાગ દ્વેષની વૃત્તિને જ આધીન છે.
स्नेहाभ्यक्त शरीरस्य रेणुना श्लिप्यते यथा गात्रम् । राग-द्वेषाक्लिन्नस्य कर्मबंधो भवत्येव ।।
જેવી રીતે કોઈ મનુષ્ય શરીરે તેલ લગાવ્યું છે તો ધૂળની રજકો આવીને ચટશે જ. એવી રીતે રાગ દ્વેષ રૂપી સ્નિગ્ધતાના કારણે - આત્માને સતત કમબંધ થતે જ રહે છે. રાગ દ્વેષની વૃત્તિ કર્માધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org