________________
૫૯૨
છે અને કર્મ વળી રાગ દ્વેષને આધીન છે. ઈંડુ અને મરધીની જે અહીં જન્ય જનક કાર્યો કારણ ભાવને સંબંધ છે. આથી રાગ દ્વેષથી. કર્મનો બંધ અને કર્મબંધથી ફરી રાગ દ્વેષ થાય છે. આવું વિષમ વિષચકે અનાદિ અનંત કાળથી ચાલતું આવ્યું છે. આ જ વાત કરતાં કહે
कर्ममयः संसारः संसारनिमित्तकं पुनर्दु खम् । तस्माद् रागद्वेषादयस्तु भवसंततेमू लम् ।।
આ સંસાર કર્મમય છે અર્થાત્ કર્મથી બનેલ આ સંસાર છે અને સંસારમાં તે માત્ર દુઃખ જ દુઃખ છે. કર્મ, સંસાર અને દુઃખ આ બધુ રાગ દ્વેષને આધીન છે. રાગ દ્વેષાદિ ભવ પરંપરાનું મૂળ કારણ છે. ભવ વૃદ્ધિના મૂળમાં કહે કે સંસાર વૃક્ષના મૂળભૂત કારણ રૂપે કહે તો આ રાગ દ્વેષ જ છે રાગ સંસારને મીઠ, મધુર અને સુખકારી બનાવવાનો પ્રયત્ન કરે છે. તે સમયે દ્વેષ સંસારને ચા દુધમાં મીઠાની જેમ ખારો, કડે બનાવવાનો પ્રયત્ન કરે છે. અરે, જે કેઈન પણ સંબંધને સંસાર ડેમ ન હોય પરંતુ તેને બગડતા કયાં વાર લાગે છે? પિતા પુત્રમાં પણ શ્રેષની વૃત્તિના કારણે સંસાર બગડે છે. એટલું જ નહીં, પરંતુ આ જન્મમાં ઉત્પન્ન થયેલ શ્રેષના કારણભૂત પૂર્વના જન્મથી સાથે આવેલી તે શ્રેષવૃત્તિના કારણે વળી પુત્ર પિતાને મારવા માટે પણ તૈયાર થઈ જાય છે અને કોઈપણ ઉપાથી જે દ્વેષવૃત્તિ શાંત ન થઈ, કેઈએ ક્ષમાપના ન કરી તે આ ષવૃત્તિ નિયાણું બનીને કેટલી લાંબી ભવપરંપરા વધારી દે છે! પિતા પુત્ર શ્રેણિક અને કેણિકની વચ્ચે થયેલું શ્રેષનું નાટક જુ. પૂર્વના વૈરી પુત્ર કેણિકે પિતા શ્રેણિકને માર્યો.
આજથી લગભગ અઢી હજાર વર્ષો પહેલાની સત્ય ઘટના છે. શ્રમણ ભગવાન ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના સમયની આ વાત છે. પ્રભુ મહાવીરના અનન્ય ભક્ત પરમ ઉપાસક મહારાજા શ્રેણિક થયા, જેમણે પરમાત્મા પ્રત્યેની પરમ ભક્તિ અને દઢ શ્રદ્ધાના કારણે પિતાના સમ્યકત્વને ક્ષાયિક સમ્યક્ત્વના રૂપમાં પરાવર્તન કર્યું હતું. જો કે ચારિત્ર, સામાયિક, પૌષધ, ઉપવાસાદિ તપ કરવામાં અસમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org