________________
પ૯૦
૧૬મા વિશ્વભૂતિના જન્મમાં સાધુ બન્યા પછી માસક્ષમણની તપશ્ચય કરવા છતાં પણ વિશાખાનંદી જેવા પોતાના જ પિત્રાઈ ભાઈના શબ્દ પર ક્રોધિત થઈને ગાયને ઉઠાવીને આકાશમાં ઘુમાવીને ફેંકી દીધી. આ જોઈને વિશાખાનંદી તો રથ ઘૂમાવીને ભાગી ગયો. પરંતુ વિશ્વન ભૂતિ મુનિએ ઘર નિયાણું કર્યું કે જે મારી માસક્ષમણની તપશ્ચર્યાનું કોઈ ફળ હોય, પ્રભાવ હોય તે આગામી જન્મમાં એને મારવાવાળા હું જ બનું. અને એવું જ થયું. ૧૭મા ભવે પ્રભુ દેવલોકમાં ગયાં. વિશ્વભૂતિ મુનિને જીવ ૧૮ માં ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ બળે. અને વિશાખાનંદી જે સિંહ બન્યું હતું તેને ત્રિપૃષ્ઠ વાસુદેવે પકડીને બે જડબાથી ખેંચીને જીણું કપડાની જેમ તેને ચીરી નાખે, ફાડી નાખ્યા બસ, એક જન્મમાં જ તેમની વૈર પરંપરા પૂરી થઈ ગઈ. કારણ કે નિયાણું તેવા પ્રકારનું જ હતું. વધારે ભાનું ન હતું.
શ્રેષમાં એક પ્રકારની આગ છે. જેવી રીતે હવન કુંડની આગ ઘીની આહુતિથી ભડકે છે તેવી જ રીતે દ્વેષની આગ પણ કોધ માનથી ભડકે છે. એની જવાળાઓ પ્રદીપ્ત પ્રજવલિત બને છે. રાગ દ્વેષની જનમ જનમની આદત
જેવી રીતે વ્યસનની ટેવ પડે છે બીડી સિગારેટ પીવાની શરૂઆત તે એક બે થી થાય છે અને ધીરે ધીરે એવી આદત પડી જાય છે કે ભવિષ્યમાં તે મનુષ્ય ૧૦૦, ૧૫૦ બીડી સિગરેટ સુધી પહોંચી જાય છે. જેવી રીતે બીજી હજારે આદત પડે છે. તેવી રીતે ક્રોધ, માન, માયા, લોભ વિગેરે કરવાની પણ આદત પડે છે. ક્રોધાદિની જડ બહુ ઊંડી પડતી જાય છે. શ્રેષની જડ મજબૂત બનતી જાય છે. બીડી સિગરેટની કુટેવ તે પ્રયત્નથી અહીં પણ છુટી શકે છે. પરંતુ રાગ દ્વેષ કરતા કરતા, ક્રોધાદિ કષાય કરતા એવી ગહન ટેવ પડી જાય છે કે પછી એના સરકારને પાયે બહુજ મજબુત દઢ બની જાય છે. આયુષ્યની સાથે રાગ દ્વેષની માત્રા પણ વધી જાય છે. કષાયનું પ્રમાણ પણ વૃદ્ધિ પામે છે. વૃદ્ધત્વમાં તે કષાય ઘણું વધી જાય છે. સ્વભાવ ચીડિયે ખરાબ બની જાય છે અને રાગ દ્વેષની વૃત્તિઓ પણ બેકાબુ બનતી જાય છે. હવે વૃદ્ધાવસ્થામાં મરીને જ્યારે જીવ બીજા જન્મમાં જાય છે ત્યારે આ રાગ દ્વેષ કષાયાના સંસકારે ત્યાં પણ આવે છે એક જન્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org