________________
પ૭૭
ગયા વ્યાખ્યા છે. આવી રીતે સધી-નેહા મકાન, ગાડી
સંપત્તિ પર છે, પુત્ર-પુત્રી–પત્ની-પરિવાર પર છે. ઘર-મકાન, ગાડી વગેરે વસ્તુઓ ઉપર રાગ છે. સગા-સંબંધી-સ્નેહી-સ્વજન, મિત્રવર્ગ વગેરે ઉપર રાગ છે. આવી રીતે રાગના અનેક ક્ષેત્રે છે (જેનું વિવેચન ગયા વ્યાખ્યાનમાં કર્યું છે.) આજે તે બધા ક્ષેત્રમાં દ્વેષની પૂરી શકયતા છે. શ્રેષના પણ નિમિત્તોનું આ જ ક્ષેત્ર છે. જ્યારે દ્વેષ વધે છે, વૈર, વૈમનસ્ય વધે છે ત્યારે આ ક્ષેત્રોમાંથી જાગે છે. ઘન-સંપત્તિના કારણે છેષ વધે છે. પુત્ર-પુત્રી, પત્ની, પરિવારની વચમાં જ સંઘર્ષ વધે છે, ઝગડે થાય છે અને વધતા–વધતા વૈર-વૈમનસ્યની ધારા વધતી જાય છે, અને અહીં સુધી કે જન્મજન્મોની દુશ્મનતા પણ થઈ જાય છે. સગા-સંબંધી–નેહી-સ્વજન-મિત્રવર્ગની સાથે જ્યાં રાગ છે. તે રાગ કયારેક દ્વેષમાં પરિવર્તન પામે છે અને મિત્ર દુશ્મન બની જાય છે. પછી તો વિરની પરંપરા કયાં સુધી ચાલશે તે તેના પરિણામ ઉપર આધાર રાખે છે. પિતા-પુત્રની વચમાં ધન-પૈસાનું નિમિત્ત લઈને ઝગડે ઊભે થાય છે, ભાઈ-ભાઈની વચ્ચે નાનીનાની વાતનું નિમિત્ત લઈને ઝગડો થાય છે અને કલેશ-કષાયનું નિમિત્ત જીવનમાં હોળી પ્રગટાવી દે છે! ભાઈ-ભાઈ કોર્ટમાં જાય છે, પિતા-પુત્ર, માતાપુત્ર, પતિ-પત્ની, સાસુ-વહુ કોર્ટમાં જાય છે અને વર્ષો સુધી લડતાઝગડતા રહે છે અને ત્યાં સુધી કે એકબીજાને મારવા સુધી પણ તૈયાર થઈ જાય છે, પુત્ર-પિતાનું ખૂન કરે છે, ભાઈ-ભાઈનું ખૂન કરે છે. આ રીતે વેરની પરંપરા ઊભી થઈ જાય છે.
આ રીતે ન ઉત્પન્ન થાય તે સમયે તે બહુ નાનું હોય છે. જેવી રીતે એક ફેલે ઉત્પન્ન થાય તે સમયે તે ઘણે નાના હોય છે. પરંતુ પછી વધતો જ જાય છે અને કેટલે માટે થાય છે? તેવી રીતે નાની-નાની વાતમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના સમયે ખાતું શ્રેષનું નાનું રૂપ ક્રોધ અથવા માનનું હોય છે. ક્રોધ અને માન એ દ્વેષના જ પ્રભેદો છે શ્રેષની ઉત્પત્તિ શરૂઆત કોધ-માનથી થાય છે અને પછી આગળ વધે છે. જેવી રીતે અગ્નિ નાની ચિનગારીમાંથી જ પ્રગટ થાય છે. બે પત્થર ધસ્યા અને આગ પ્રગટ થઈ વધતાં–વધતાં રૂમાં લાગી અને પછી તે સળગીને મેટું વિકરાળ રૂપ ઊભું કરી દે છે. તે ભયંકર પ્રચંડ આગ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org