________________
૨૭૮
પશુ કહેવાય છે. જરાક વિચારીએ! જન્મદાતા માતાની સાથે મૈથુન સેવન એ શું પાપ નથી? એવું પાપ કરીને તેઓની ગતિ કઈ થશે? મૈથુન શબ્દની વ્યાખ્યા –
મિથ” શબ્દ સંસ્કૃતમાં પરસ્પરના અર્થમાં છે. “મિથુન શબ્દ સંસ્કૃત છે એને અર્થ છે, યુગલ જોડું સ્ત્રી-પુરુષ બેનું જોડું. આ મિથુન (યુગલ) રૂપ સ્ત્રી-પુરુષની પરસ્પર કામક્રીડાને મૈથુન કહેવાય છે. આ તે શબ્દાર્થ થયે. હવે ભાવાર્થ જોઈએ. વેદ મેહનીયના ઉદયથી સ્ત્રી-પુરુષને સંયોગ સહવાસથી થવાવાળી પરસ્પર કામચેષ્ટા રૂપ રતિ ક્રીડાને મૈથુન કહેવાય છે. ઉમાસ્વાતિ મહારાજે તવાર્થ સૂત્રમાં “મૈથુનમ ?? મૈથુનના અર્થમાં પર્યાયવાચી બીજે શબ્દ “અબ્રહ્મ” નો પ્રાગ કર્યો છે. જેને પાળવાથી અહિંસાદિ આધ્યાત્મિક ગુણેની વૃદ્ધિ થાય તેને “બ્રહ્મ” કહેવાય અને જેને સેવવાથી અહિંસા ક્ષમા, સમતા, સંતોષ આદિ આધ્યાત્મિક ગુણોને હાસ અથવા નાશ થાય છે. કોઈપણ પ્રકારની કામચેષ્ટા આદિરૂપ મૈથુનના સેવનથી આધ્યાત્મિક ગુણેને નાશ થાય છે. હાલ થાય છે. આથી તે અબ્રા કહેવાય છે. અબ્રને ત્યાગ જ બ્રહ્મ કહેવાય છે. એ કારણથી જેવી રીતે બ્રહ્માચર્ય–બ્રહ્મ-આત્મિક ગુણનું આચરણ બતાવ્યું એ રીતે તેનાથી વિપરીત અબ્રહ્મ” સાંસારિક વૈષયિક સુખ–ભેગેનું આચરણ “અબ્રહ્મચર્ય” શબ્દથી બતાવ્યું. સંસારમાં ચાર ગતિઓના સર્વ જીમાં આ મૈથુન સંજ્ઞા પડેલી છે. કેઈપણ ગતિના કેઈપણ જ આ સંજ્ઞાથી આ વૃત્તિથી મુકત નથી.
મનુષ્યગતિમાં કામ સંજ્ઞા :
મનુષ્ય ગતિના સ્ત્રી-પુરુષમાં પણ આ મૈથુન સંજ્ઞા તીવ્ર પડેલી છે. સ્ત્રીઓનું પુરુષો તરફ આકર્ષણ અતિ તીવ્ર છે. એ રીતે પુરુષનું પણ સ્ત્રી તરફ આકર્ષણ અત્યંત તીવ્ર અનુરાગથી ભરેલું છે. એટલું જ નહીં નપુંસક જીવ પણ મનુષ્ય ગતિમાં છે જેને નપુંસક વેદ મેહનીયને ઉદય છે. તે સ્ત્રી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવન કરે છે. મનુષ્યની કામચેષ્ટાના સેંકડો પ્રકાર છે. શરીર સંબંધીની કામક્રીડાને રતિક્રી ડા, મૈથુન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org