________________
૩૧૯ મરી જાય છે અને રાવણ બનીને જાઉં છું તે તેને સ્પર્શ પણ કરવા નથી પામતે. આવી સ્થિતિ છે શું કરું?
આ પ્રસંગ ઉપર વિચારે ! રામાયણને રાવણ ખરાબ છે કે આજે કલિયુગના રાક્ષસી રાવણે ખરાબ છે? જે સ્ત્રીનું અપહરણ કરી જાય છે. અને બળાત્કાર પણ કરે છે અને તેનું ખૂન–હત્યા કરીને કુવામાં ફેંકી પણ દે છે. કે ખરાબ છે? સીતાની તે અગ્નિ પરીક્ષા પણ થઈ ગઈ. અને આજે પણ સીતા મહાસતીના રૂપમાં ઈતિહાસના પાનાઓ ઉપર સુવર્ણાક્ષરથી અંકિત છે. પરંતુ આજના કામયુગના મહાકામી રાક્ષસી રાવણેનું કલંકિત જીવન તે શું ? નામ પણ જીભથી લેવાથી સે વાર ગંગામાં ન્હાવું પડશે.
આશ્ચર્યની વાત તે એવી છે કે-આજે બધાને સીતા જેવી પવિત્ર આદશ સતી સી પત્નીના રૂપમાં જોઈએ છીએ, પરંતુ રામ કોઈને બનવું નથી. રાવણુ થઈને સીતા જોઈએ છે. આ કેવી રીતે શકય છે ? અરે સીતા જેવી સતી જોઈએ તે રામ બનવાની સાધના કરો. મયણાસુંદરી જેવી પત્ની જોઈએ તે શ્રી પાળ બનવાની સાધના કરો, ધવલશેઠ બનવાની નહીં.
આ વાત બીજી બાજુ એટલી જ ઊંધી પણ છે. આજે યુવતિએને રામ જેવો પતિ જોઈએ. છે પણ સીતા બનવા કોઈ તૈયાર નથી સિનેમાની હીરોઈન બનીને ફરવાવાળીને તે સ્વપ્નામાં પણ રામ, શ્રીપાળ કયાંથી દેખાશે ? પછી આજે તે સિનેમાના હીરો જ દેખાશે. એવું આજે દેખાઈ રહ્યું છે કે યુવતિઓ, છેકરીઓ સિનેમાના અભિનેતા અને યુવકે સિનેમાની અભિનેત્રીઓના ફેટાને આરાધ્ય દેવની જેમ ગળે લગાવે છે, પસં—પાકીટ-પુસ્તકમાં રાખીને ફરે છે. વિચારે, આવા આરાધ્ય દેવ-દેવીઓના ઉપાસકને પછી કેવાં મળશે ? કેવી મળશે? માફ કરજે-આજે સત્વ અને સાત્વિક્તા ખતમ થવાના કિનારે પહોંચી ગઈ છે.
ધર્મ શાસ્ત્ર કહ્યું સ્ત્રીને સ્ત્રીની મર્યાદામાં જ રાખવી ઉચિત છે. કન્યાના રૂપમાં માતા-પિતા રક્ષા કરે છે. વિવાહિત પત્નીના રૂપમાં પતિ –સસરે સ્ત્રીના શિયળની રક્ષા કરે છે. મેટી થયા પછી અથવા વિધવા થાય ત્યારે પુત્ર રક્ષા કરે છે. વૃદ્ધાવસ્થામાં પણ બધા દાદીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org