________________
૨૮૯
अगं गलितं मुंडं पलितं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्ड, तदपि न मुंचत्याशा पिण्ड ॥ અંગ (શરીર) લથડી ગયું છે. ડેકથી માથું નમી પડયું છે અને બધાં દાંત પડી જવાથી મુખમાં ખાડા પડયા છે. વૃદ્ધાવસ્થા પણ આવી ગઈ છે, હાથમાં લાકડી લેવાથી વૃદ્ધત્વમાં નમી ગયેલા શરીરથી સમજી શકાય છે કે તમે મુશ્કેલીથી ચાલી રહ્યા છે. શરીરની આ દયાજનક સ્થિતિ થઈ ચૂકી છે તો પણ મન નવજુવાન-યુવાન છે. મનની તૃષ્ણાઓ-આશાઓ આજે પણ છૂટતી નથી. વિચારો ! કામ કેટલે પ્રબલ છે? હમણાં હમણાં છાપામાં વાંચ્યું છે કે એક ગૃહસ્થ ૮૯ વાર લગ્ન કર્યા. પોતાના એક જીવનમાં ૮૯ વાર લગ્ન કરવાવાળાએ છેલ્લાં લગ્ન હમણાં વૃદ્ધાવસ્થામાં એક ૧૮ વર્ષની કન્યા સાથે કર્યા. શું તેને તૃપ્તિ થઈ ગઈ? સંભળાય છે કે પરદેશમાં મુસ્લીમ દેશમાં ૮૦-૯૦ વર્ષની મેટી વયમાં પણ નાની ઉંમરની કન્યા સાથે લગ્ન કરે છે. આને અર્થ એ થયો કે એને કામ કેટલો પ્રબળ હશે ! એમની અતૃપ્ત વાસના કેટલી પ્રબળ હશે ! એક રાણી લંગડાની સાથે ભાગી ગઈ
ચંપાપુરીના રાજા છતશત્રુને ભયંકર વિકટ પરિસ્થિતિમાં પિતાની રાણુ સુકુમાલિકાને જીવતી રાખવા માટે, બચાવવા માટે સમય ઉપ– સ્થિત થયે, પિતાની જાંઘને કાપી તેનું માંસ ખવડાવી દીધું. અરે ! પિતાની રાણીને જીવતી રાખવા માટે એટલી હદ સુધી કે પોતાનું લેહી પણ પીવડાવી દીધું અને રાણી બચી ગઈ, જીવી ગઈ ધીરે ધીરે બધું સારું થઈ ગયું. પરંતુ, વિકટ પરિસ્થિતિમાં રાણી પિતાની પ્રબલ કામેચ્છાને કારણે રાજાને છોડીને એક પાંગળા પુરૂષની સાથે ભાગવાને વિચાર કરવા લાગી. તે લંગડા પુરુષથી રાણીને દેહસતેષ મળતો હતો. લંગડો શરીરથી લંગડે હતું પરંતુ કામ કલામાં હોંશિયાર હતા. બન્નેએ મળીને રાજાને એક દિવસ ઘણે તીવ્ર દારૂ પીવડાવ્યો અને ગંગાના વહેતા પ્રવાહમાં ધકકે મારીને પાડી દીધું. શરાબના નશામાં નિદ્રાધીન રાજ એક શબની જેમ પાણી પર વહેવા લાગ્યો. ચેતના આવી–રાજા જાગૃત થયે...તરતા તરતા કઈ રીતે.એક દેશના કિનારે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org