________________
૨૯૦
એક વૃક્ષની નીચે સૂતા હતા. પરંતુ સૌભાગ્યવશ હાથીએ આવીને રાજ્યાભિષેક કર્યો. તે નગરને રાજા મૃત્યુ પામ્યું હતું. આથી હાથી, જેના ઉપર કલશને અભિષેક કરે તેને રાજા બનાવ એ નિર્ણય. નગરજનોએ લીધો હતો. ભાગ્ય ખૂલી ગયું તે ફરી રાજા થયા. આ બાજુ રાણી તે લંગડા પુરુષની સાથે કામગનું સેવન કરતી ફરતી રહી.... તેને પણ કેટલીયે વાર ઉઠાવીને ફરતી. લંગડો ગીત ગાવામાં હોંશિયાર હતા. તેઓ પણ ફરતાં ફરતાં ભાગ્યવશ આ રાજ્યમાં આવ્યા. ગીત વાજીંત્રની સારી મંડળીની પ્રશંસા સાંભળીને મંત્રીઓએ આમંત્રણ આપીને રાજમહેલમાં બોલાવ્યા. લંગડે ગાવા લાગ્યો. રાણી નાચવા લાગી. એટલામાં રાજાની સાથે આંખ મળી. રાજા પણ બધું સમજી ગયો. અને રાણી પણ આંખમાં બધું સમજી ગઈ. રાજાએ પૂછયું –હે સ્વરૂપવતી ! તું આવા લંગડા પુરુષની સાથે આ રીતે કેમ ફરે છે? સ્ત્રીએ જવાબ આપે-હે મહારાજા! પિતાએ જે પતિની સાથે લગ્ન કરી આપ્યા છે તેને જ દેવતુલ્ય માનીને સતીત્વનું જીવન જીવવું એ સતી સ્ત્રીનું કર્તવ્ય છે. આ સાંભળીને રાજાએ કહ્યું અહો ! શું જવાબ. છે? શું તા સતીત્વ? આખરે રાજાએ રાણીના ચરિત્રને ઘટસ્ફોટ કર્યો લંગડાએ પણ સત્ય હકીકત કહી દીધી. રાણીને દેશ નિકાલ કરીને સ્ત્રીચરિત્રને જોઈને અતૃપ્ત કામ વાસનાના મહાપાપને જોઈને સંસારથી વિરક્ત થઈ જિતશત્રુ રાજાએ સંસાર છોડીને દીક્ષા લીધી. આતમ-સાધનાના માર્ગે પિતાને જન્મ સફળ બનાવ્યો. ખરેખર !વિષય વિષતુય જ છે. મનોહર સુંદર લાલ ટમેટા જેવા કિપાક ફળ સ્વાદમાં તે ઘણા મીઠાં હોય છે. જંગલમાં થાય છે. સુંદર દેખીને કઈ ખાઈ લે તે તેને વિશ્વની અસર થાય છે અને જે ખાય છે તેના પ્રાણ જતા જ રહે છે. મરણને શરણ થાય છે. આજ હાલત વિષય ભેગેની છે. કામગ પણ આપાતરમણીય છે. ઉપર-ઉપરથી જોઈએ તે કિંપાકના ફળની જેમ ખૂબ સરસ લાગે છે. પરંતુ વિષય ભોગ પણ અંતે વિષની અસર ઉત્પન્ન કરે છે. શરૂઆતમાં સુંદર લાગતા ભોગ ફળસ્વરૂપ કિંપાકના ફળ જેવાં છે. અંતે વિષની સમાન વિષય છે. કોણે કહ્યું ભેગમાં તૃપ્તિ છે? –
હા, આજ કાલ ભૌતિકવાદી જમાનામાં એવા બની બેઠેલા ભેગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org