________________
૨૮૮
પુરૂષની કામની ઈચ્છા તીવ્ર ઉત્પન્ન થાય છે અને તીવ્ર શાંત પણ થઈ જાય છે. પણ ગાયના છાણમાં અથવા મોટા લાકડામાં અગ્નિને પ્રગટ થવામાં વાર લાગે છે અને પ્રગટ થયા પછી ધીમે ધીમે સળગેલો જ રહે છે. કલાક સુધી તે છાણમાં અથવા મેટા લાકડામાં અગ્નિ રહે છે. તે ઘાસના તણખલાંની જેમ શીધ્ર શાંત નથી થતો. એવી રીતે સ્ત્રીઓની કામવાસના છાણ અથવા લાકડાનાં અગ્નિ જેવી છે. સ્ત્રીઓમાં કામ ઘણું સમયે જાગ્રત થાય છે. અને જાગ્રત થયા બાદ તેને શાંત (તૃપ્ત). થવામાં પણ લાંબા સમય લાગે છે. આથી પુરૂષની અપેક્ષાએ સ્ત્રીઓની વાસના કંઈક ગણી અધિક હોય છે અને એનાથી પણ અધિક નપુંસકની છે. જેવી રીતે-નગરદાહ થાય. આખા શહેરમાં આગ લાગી જાય તો તેને શાંત થવામાં કેટલો સમય લાગે? કેટલાંયે દિવસે પછી પણ નગરદાહ શાંત નથી થતો. એ રીતે નપુંસકે પણ કામ જલદીથી શાંત વતા નથી. ઘણા લાંબા સમય સુધી ચાલે છે. એ રીતે સૌથી ઓ છે કામ પુરૂષનો છે. શીધ્ર ઉત્પતિ અને શીધ્ર શાંત. એનાથી ઘણે પ્રબલ કામ સ્ત્રીનો અને એનાથી પણ અત્યંત અધિક પ્રબલ નપુંસકને એ રીતે કામવાસનાની બળવત્તરતા રહે છે. “IT 7 મુંબ વયમેવ ”
આ પંક્તિમાં સાચું જ કહ્યું છે કે અરે! ભેગ ભેગવવા ગયા પણ ભેગ તે ન ભેગવાયા પરંતુ અમે જ ભગવાયા! એ અમારે જ ભેગ લઈ લીધે! વિચારે! હેમ કુંડના અગ્નિમાં જેટલું પણ ઘી નાંખે તે અગ્નિ વધતે જ જશે. અગ્નિ તે પાણીથી શાંત થાય છે. ઘી નાખવાથી કયારેય શાંત નથી થતું, ઊલટું અધિક પ્રજવલિત થાય છે. એ રીતે વિષય–ભગ અગ્નિના જેવા જ છે. વિષય ભેગેને જેટલા પણ ભેગવી લે, શું કયારેય તૃપ્તિ થઈ છે? પચાસ વર્ષ સુધી વિષય ભેગને ખૂબ ઉપભેગા કર્યા પછી શું કોઈપણ આજ દિવસ સુધી સંસારમાં તૃપ્ત થયા છે? સંભવ જ નથી. વૃદ્ધ (બુઠ્ઠો) કેણ થાય છે? શરીર કે મન? મન તે કયારે પણ વૃદ્ધ થતું નથી. મન તે સદા યુવાન જ છે. પણ શરીર ક્ષીણ થતું જાય છે. વીર્ય શક્તિના નાશથી ધીરે—ધીરે શરીર દુર્બલકુશ-ક્ષીણ થતું જાય છે અને વૃદ્ધાવસ્થા આવી જાય છે. પણ શું આ વૃદ્ધાવસ્થામાં પણ મન વૃદ્ધ થયું છે ? ના, શું મન વિષયભોગ ભૂલી ગયું છે? ના, કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org