________________
૨૮૭
મધુર ગીત આદિના શબ્દ, સ્ત્રી આદિનું મનોહર રૂપ, મીઠે રસ, કુલ વિગેરેની સુગંધ, એ પ્રમાણે સ્ત્રી આદિને સુકોમળ સ્પર્શ ઈત્યાદિ પાંચેય મુખ્ય વિષયે (૨૩ ભેદ સહિત)ને રાગ, મૈથુનના ત્યાગી સાધકને દોષરૂપ છે. આથી મૈથુન સંજ્ઞામાં સહાયક રૂપ અને તેના ઉરોજક-વ્યંજક એ પાંચથી દૂર રહેવું, સંભાળીને ચાલવું જ હિતાવહ છે. દ્રવ્ય અને ભાવ વેદ.
વેદના જ દ્રવ્ય અને ભાવ એ રીતે બે ભેદ છે. સ્ત્રીપુરૂષના શરીરને બાહ્ય આકાર એ દ્રવ્ય વેદ છે. નામ કર્મ અનુસાર બનેલા શરીરની સમાનતા હોવા છતાં પણ દ્રવ્ય વેદને અનુસાર સ્ત્રી-પુરૂષના શરીરની રચનાના અંગોપાંગમાં થોડો ભેદ છે. સ્ત્રીપુરૂષની ઓળખાણ રૂપ તે તે ચિહ્ન (લિંગ) છે. તેના આધારે કે સ્ત્રી, કઈ પુરૂષ એ પ્રમાણે ત્રીજે નપુંસક ઓળખાય છે. આ શરીરનું બાહ્ય આકારરૂપ ચિહ્મ એ દ્રવ્ય વેદ છે. જેથી સ્ત્રી-પુરૂષના ભેદની ઓળખાણ થાય છે. જીવનમાં પડેલી મૈથુન–સેવનની ઈચ્છા એ ભાવ વેદ છે. આન્તરિક વેદ છે. આ વેદમેહનીય કર્મ અનુસાર હોય છે. દ્રવ્ય વેદ રૂષ સ્ત્રી દેહની સાથે મૈથુન સેવનની ઈચ્છા પુરૂષ વેદ કર્મ છે અને દ્રવ્ય વેદ રૂપ પુરૂષ વેદની સાથે મૈથુન સેવનની ઈચ્છા સ્ત્રીવેદ કર્મ છે અને બન્નેની સાથેની ઈચ્છા નપુંસક વેદ છે. ત્રણે વેદોમાં બળવત્તરતા :
સર્વ જીવમાં વેદને ઉદય તે હેય જ છે. અનાદિ કાળથી વિષય-વાસનાના સંસ્કાર તો તીવ્ર રૂપમાં જન્મ–જન્માન્તરમાં નિરંતર સર્વત્ર સાથે આવે જ છે. એ કારણથી જન્મની પરંપરા વધી અને અનેક ભવ બગડ્યા છે. ક્ષણિક સુખ! એક-બે ક્ષણ માત્રના સુખની ઈરછાને માટે અનેક પ્રકારના પાપનું સેવન કરવાને બદલે શું તેનો ત્યાગ નથી થઈ શકતો ? આ તે એટલું પ્રબલ છે કે કયારેય પણ તૃપ્તિ થતી જ નથી. ત્રણે વેદોમાં કયે વેદ વિશેષ પ્રબલ છે? ત્રણેમાં કામની ઈચ્છા કોની વધારે છે? એનો જવાબ એક દ્રષ્ટાતથી આપે છે–જેવી રીતે અગ્નિ ઉત્પન્ન થાય છે અને શાંત થાય છે, તેની સાથે વેદની તુલના કરતા કહ્યું કે–તૃણ અગ્નિ-જેવી રીતે ઘાસના તણખલામાં અગ્નિ જલદીથી ઉત્પન્ન થાય છે અને થોડીવારમાં તે સાચે ઘાસ જલદીથી બળી જાય છે અને અગ્નિ શાંત થઈ જાય છે. તેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org