________________
૨૮૪
બ્રહ્મચારીઓએ આનાથી પણ બચવું જોઈએ -
શ્રી દશવૈકાલિક આગમમાં શ્રમણ–નિગ્રંથ સાધુને માટે અહીં સુધી કહ્યું છે કે, “સાધુ દિવાલ ઉપર લગાડેલા સ્ત્રીઓના અંગપ્રદર્શક કામ ઉત્તેજક ચિત્રને પણ ન જુએ. લાકડા આદિની બનાવેલી પુતળીને -સ્પર્શ પણ ન કરે” હા, જો કે પુતળી જડ છે તે પણ તે અમારી વાસનાને જગાડવામાં-મનનાં સુષુપ્ત કામને ઉત્તેજીત કરવામાં નિમિત્ત બની શકે છે. જે જડ લાકડાની પુતળીના સ્પર્શને તથા આંખેથી આ ચિત્ર...આદિ જેવાનો પણ નિષેધ કર્યો છે, તે વળી સજીવ સ્ત્રીના રૂપ–રંગ આદિ સૌંદર્યને જેવું, તેને સ્પર્શ આદિ કરવું તે તે કેટલું ખતરનાક સિદ્ધ થઈ શકે છે? એથી આગમમાં સાધુને માટે સ્ત્રીને સ્પર્શ તે શું, પણ સ્ત્રીના વસ્ત્રોનો પણ સ્પર્શ કરવાનો નિષેધ કર્યો છે. કેઈ એ પ્રશ્ન કરે કે પોતાની કન્યાનો સ્પર્શ કરવામાં શું દોષ છે? હા, વાત તે સાચી છે. વિચારીએ ! કન્યા તે પિતાની છે તે પણ શરીર તે સ્ત્રી જાતિનું છે, અને તેના અંગ આદિને જોવાથી મનમાં પૂર્વભૂત કામને જગાડવાનું નિમિત્ત પણ બની શકે છે. મનને શું ભરોસો છે? મનનું શું ઠેકાણું છે? તે તો ક્યારે, કઈ તરફ ફરે? તે કહેવાય નહી. તો પછી કન્યાને ઊંચકવી, ખોળામાં બેસાડવી, રમાડવી ખવડાવવું આદિ ક્રિયાઓમાં અનેક રાગાદિ ઉત્પન્ન થવાની સંભાવના રહેવાની. લેક વ્યવહારમાં પણ સંસાથી વિરક્ત ત્યાગી સાધુ જે પિતાની જ કેમ ન હોય, તેવી કન્યાને ઉપાડીને ફરે તો તે કયાં સુધી ઉચિત લાગે ! વિચારે! આથી શાસકાર મહર્ષિએ અનેક દોષની સંભાવના જોઈને ૫શ વિગેરેને નિષેધ કર્યો છે !
સ્પશેન્દ્રિયની પ્રબલતા – જે કે ઈન્દ્રિય પાંચ છે. તે પણ એમાં આજે પ્રબલ કામનું કારણ કઈ ઈન્દ્રિય છે? સ્પર્શેન્દ્રિય સ્પર્શને અનુભવ તીવ્ર કામરાગ ગણાય છે. વિચારે! બીજી, ત્રીજ, ચોથીપાંચમી ઈન્દ્રિય વિના તે અનેક અનેક ભવ આ સંસારમાં થયા. કણેન્દ્રિય જ ન મળી એવી રીતે કાન વિના ચઉરિન્દ્રિયમાં માખીમછરના જન્મને બહુ થયા. એ રીતે ચઉરિન્દ્રિય-ચેથી ઈન્દ્રિય આંખ વિના તેઈન્દ્રિય આદિના જન્મ પણ ઘણા થયા. પણ શું પ્રથમ સ્પર્શેન્દ્રિય વિના એકપણ જન્મ થયો? ના, સંભવ જ નથી. બીજી બધી ઈન્દ્રિાના અભાવમાં જન્મ સંભવ છે પણ પહેલી સ્પર્શેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org