________________
૨૮૫
વિના તો જન્મ સંભવ જ નથી ને? એકેન્દ્રિયને પણ જન્મ મળ્યો, એકેન્દ્રિય શરીર પણ મળ્યું ત્યારે સ્પર્શેન્દ્રિય તે અવશ્ય હતી જ આખરે આખા શરીર ઉપર ફેલાયેલી સૌથી મોટી લાંબી પહોળી ઈન્દ્રિય જે કઈ હોય તે સ્પર્શેન્દ્રિય (ચામડી) છે. કાન તે નાના છે, આંખ એનાથી પણું નાની છે અને નાક પણ નાનું છે. જીભ પણ એક નિશ્ચિત સ્થાનમાં બંધ છે. પણ સ્પશેન્દ્રિય (ત્વચા) તે માથાથી લઈને પગ સુધી સર્વત્ર આખા શરીર ઉપર લાગેલી છે, ફેલાયેલી છે. આથી સ્પર્શનિ અનુભવ તે ચારે બાજુથી કયાંયથી પણ થઈ શકે છે.
એટલું જ નહીં, ઈન્દ્રિયનો વિષયેમાં સ્પર્શેન્દ્રિયનો જ વિષય સૌથી વધારે છે. અને કેઈના ૫, ૨, ૫, ૩ પ્રકાર છે, પણ સ્પશે તે ૮ પ્રકારે છે. (૧) ઠંડે, (૨) ગરમ, (૩) લઘુ, (૪) ભારે, (૫) કમળ, (૬) કર્કશ, (૭) ચીકણે અને (૮) રૂક્ષ, આ રીતે સ્પર્શ ૮ પ્રકારે છે. આથી સ્પર્શેન્દ્રિયને પ્રભાવ ઘણે છે. બીજી વાત એ છે કે અનન્ત જન્મ સ્પર્શેન્દ્રિયની સાથે થયા છે. એથી જન્મ-જન્માતોમાં પણ સ્પશેદ્રિયના જે સંસ્કાર અતિ પ્રબલ છે. જ્યારે આની તુલનામાં બીજી ઈન્દ્રિા ઓછી પ્રબળ છે. કેમ કે આંખ-કાન આદિ તે કોઈ જન્મમાં મળે અને કોઈ જન્મમાં ન પણ મળે, પણ એકેય જન્મ એવો નથી ગયો જેમાં સ્પશેન્દ્રિય ન મળી હોય, અર્થાત્ બધા (અનન્ત) જન્મમાં અવશ્ય મળી જ છે. આથી આજે અનન્ત જન્મમાં સ્પશેન્દ્રિયના અનુભવના સંસ્કાર પ્રબલ છે અને તે રીતે પણ તમે જાણે છે કે આંખથી રૂપ-સૌદર્ય જોઈને રાજી પણ થઈએ પરંતુ જ્યાં સુધી સ્પર્શેન્દ્રિયથી તેના સ્પર્શ— સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી તે સુખ અધૂરું કહેવાય છે. કામી પુરૂષને કેવળ સ્ત્રીના રૂપ-સૌંદર્યને જોઈને જ માત્ર થેડી તૃપ્તિ થઈ જાય છે? ના, છેલ્લી ઈચ્છા તો સ્પર્શ સુખની જ રહે છે. એ રીતે સ્પર્શેદ્રિયના સ્પર્શનું અનુભવ સુખ અતિ પ્રબલ છે. માસક્ષમણના તપસ્વી સંભૂતિ મુનિને ચકવતી–પની સહિત વંદન કરવા આવ્યા. વંદન કરતાં ચકવતીની પટ્ટરાણીનું ધ્યાન ન રહ્યું અને તેના વાળને સ્પર્શ મુનિને થઈ ગ. ફક્ત એક ક્ષણ માત્ર તેના સ્પર્શ માસક્ષમણના તપસ્વી મુનિના મનમાં સુષુપ્ત કામને જગાડશે અને તે તપસ્વીએ એવું નિયાણું કર્યું અને આગલા જન્મમાં હું પણ આ સ્ત્રી રતનને ઉપભોકતા બનું સાથીદાર ચિત્ર મુનિએ બહુ સમજાવ્યું પણ સંભૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org