________________
દીને ઇલાહી' નામે સ્વતંત્ર ધર્મસંપ્રદાયના પ્રવર્તક તરીકે શહેનશાહ અકબરનું નામ ભારતના મુસ્લિમ ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. દુનિયામાં પ્રચલિત એવા જુદા જુદા ધર્મોનાં તત્ત્વજ્ઞાન, સિદ્ધાંતો તથા આચારનો પરિચય પામવાની તીવ્ર જિજ્ઞાસાને કારણે, શાહ અકબર, પોતાના દરબારમાં વિવિધ ધર્મોના જ્ઞાતાઓને કે ધર્મગુરુઓને આમંત્રણ આપતો, અને તેમનો પરિચય/સત્સંગ કરી તેમના ધર્મ-સંપ્રદાયોમાંથી પોતાની રુચિને માફક આવે તેવી વાતો તે ગ્રહણ કરતો. આ માટે તેણે ખાસ 'ઇબાદતખાનું' પણ સ્થાપેલું. તેની આ શોધ દરમિયાન જ તેને જૈનધર્મ અને તે ધર્મના વિદ્યમાન આચાર્ય હીરવિજયસૂરિજી વિશે જાણવા મળ્યું. તેણે જૈન આગેવાનોને બોલાવી હીરવિજયસૂરિજીને આગ્રા બોલાવવાની અને પ્રત્યક્ષ મળવાની ઇચ્છા પ્રદર્શિત કરી, અને અમદાવાદના પોતાના સૂબા ઉપર આચાર્યશ્રીને માનપૂર્વક આગ્રા સુધી પહોંચાડવાનું ફરમાન પણ મોકલી આપ્યું. આ પછી થયેલી સમગ્ર પ્રક્રિયાના ફળરૂપે, વિ.સં. ૧૬૩૯માં શ્રી હીરવિજયસૂરિજી અને અકબરની મુલાકાત થઈ; જેનો સિલસિલો ત્રણ વર્ષ સુધી ચાલુ જ રહ્યો. આચાર્યશ્રીના નૈષ્ઠિક વ્રત-નિયમો, કડક આચારપાલન, જીવમાત્ર પ્રત્યેની અનન્ય કરુણા તથા નિઃસ્પૃહતા વગેરેની અકબર ઉપર બહુ ઊંડી છાપ પડી, જેના પરિણામે તેણે પોતાના ખોરાક માટે રોજનાં પાંચસો ચલાંની હિંસા બંધ કરી, શિકાર કરવાનું છોડયું તેમજ વર્ષમાં છ માસ સુધી માંસાહાર પણ તજ્યો. વધુમાં, વર્ષમાં અમુક દિવસોએ સમગ્ર દેશ(હિંદુ)માં જીવહિંસાની બંધીનાં ફરમાન કાઢ્યાં.
ત્રણ વર્ષ બાદ, શ્રી હીરવિજયસૂરિજી તો વિહાર કરી ગુજરાતમાં પાછા આવ્યા; પરંતુ અકબરના અતિ દબાણને કારણે તેમના શિષ્યો શ્રી શાંતિચંદ્રગણિ તથા શ્રી ભાનુચંદ્રગણિ વગેરે ત્યાં જ રોકાયા. કાળાંતરે શાહના આગ્રહથી શ્રી વિજયસેનસૂરિજી પણ શાહના દરબા૨માં પધાર્યા. આ બધા અહિંસક સાધુપુરુષોના સતત સમાગમનું રૂડું પરિણામ એ નીપજ્યું કે અકબરે સમગ્ર હિંદમાં વર્ષના છ માસની અમારિ ઘોષણા કરી, અને ગૌવધબંધી કાયમ માટે ફરમાવી, જે ઘટના મુસ્લિમો દ્વારા શાસિત હિંદુસ્તાનના ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ બની રહે તેવી છે.
વિ.સં. ૧૬૬૨માં અકબરના અવસાન પછી શહેનશાહ જહાંગીરનું શાસન પ્રવર્ત્યે. તેણે અકબરનાં અહિંસા-ફ૨માનો રદ કર્યાં, અને જૈનો પ્રત્યે પોતાની અરુચિ દર્શાવી તેમની કનડગત પણ શરૂ કરી. પરંતુ શ્રી વિજયસેનસૂરિજીના શિષ્ય વાચક વિવેકહર્ષગણિએ સં. ૧૬૬૬-૬૭માં આગ્રામાં ચાતુર્માસ રહી, પોતાની અસાધારણ પ્રતિભાથી શાહને પુનઃ પ્રસન્ન કર્યો, અને પર્યુષણને લગતા બાર દિવસોનું અમારિ ફરમાન નવેસરથી તેની પાસેથી મેળવ્યું.
એ ફરમાન બક્ષતા બાદશાહ જહાંગીર, તે ફરમાન રાજા રામદાસ દ્વારા પ્રાપ્ત કરીને લઈ જતા ઉપાધ્યાય વિવેકહર્ષગણિ, તે ફરમાનનું સંઘ દ્વારા સ્વાગત, પછી તે ફરમાન દેવપાટણમાં ચાતુર્માસ રહેલા ગચ્છપતિ શ્રી વિજયસેનસૂરિજીનાં ચરણોમાં પહોંચાડવું – ઈત્યાદિ ઐતિહાસિક ઘટનાઓનું ચિત્રાંકન તથા શબ્દાંકન રજૂ કરતું આ વિજ્ઞપ્તિપત્ર છે. અને આવી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાને વર્ણવતો પત્ર હોવાથી જ આ વિજ્ઞપ્તિપત્ર એક ઐતિહાસિક દસ્તાવેજ બની રહે છે.
વિખ્યાત કલાવિવેચક શ્રી એન.સી. મહેતા આ વિશે નોંધ લખતાં લખે છે : The tolerant policy of Akbar seems to have been Partially reversed by his successor especially in connection with the killing of animals for food. In 1610 Vivekaharsha and Udayaharsha — disciples of Vijayasena, led a deputation in company with Raja Ramadasa to the court of Jahangir at Agra and were able to
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org