SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ secure an imperial rescript or Farman, prohibiting the animal slaughter during the eight (? twelve) days of the Paryushana. It is this historical incident which is the subject-matter of the letter for forgiveness sent by Jaina Congregation of Agra to their celebrated Guru Vijayasenasuri. (Studies in Indian Painting, Bombay, 1926 A.D., P. 70-71) ચિત્રકલાની દષ્ટિએ આ પત્રનું મહત્ત્વ અજંતા-ઇલોરાનાં જગવિખ્યાત બેનમૂન ભિત્તિચિત્રો/ગુફાચિત્રોનું લોકપ્રિય અને લોકભોગ્ય સ્વરૂપ એટલે પશ્ચિમ ભારતની લઘુચિત્રકલા. મિનિએચર' તરીકે ઓળખાતાં આ પોથી ચિત્રો મુખ્યત્વે જૈન અને બૌદ્ધ) ધર્મના ગ્રંથોમાં આલેખાયાં તથા સચવાયાં. પશ્ચિમ ભારતમાં આ ચિત્રો જૈન પોથીઓમાં જ અને વળી જૈન શૈલીના જ્ઞાતા કલાકારો દ્વારા જ આલેખાયાં હોવાથી આ શૈલીને 'જૈન ચિત્રકલા’ નામ મળ્યું છે. આ શૈલીનાં ચિત્રોનો સમયગાળો વિક્રમના ૧૨મા શતકથી લઈને ૧૭માં શતક સુધીનો છે. સોળમા શતકમાં પરદેશી આક્રમણો વધવાની સાથે જ, ચિત્રકલાના ક્ષેત્રે પણ પર્શિયન અને પછીથી તેનાં વિશિષ્ટ તત્ત્વોના ઉમેરણ સાથે સર્જાયેલી મુગલ ચિત્રશૈલીએ પોતાનો પ્રભાવ અત્યંત ઝડપથી પાથરવા માંડયો. આ પછી રાજપૂત ચિત્રશૈલી તેમ જ તેની વિવિધ પ્રાદેશિક પેટાશૈલીઓનો પણ અભ્યદય થયો. તે શૈલીઓની વાસ્તવલક્ષિતા તથા નજાકતને લક્ષ્યમાં લીધા સિવાય જૈન શૈલીના કલાકારોથી પણ કેમ રહેવાય? ફલતઃ તેમણે તે (જૈન) ચિત્રશૈલીને ધીમે ધીમે કરતાં સંકેલી લીધી અને આ રીતે જૈનોએ પોતાની ૫-૬ સૈકાઓ પુરાણી શૈલીનો મોહ જતો કરીને લોકપ્રિય અને પ્રચલિત એવી અચાન્ય ચિનરાલીઓને તથા તેના કલાકારોને અપનાવી લીધાં. અકબર અને જહાંગીરનો શાસનકાળ એ મુગલ ચિત્રકલાનો મધ્યાહુન કાળ છે. આ કાળમાં અનેક અદ્ભુત કલાકૃતિઓનાં નિર્માણ થયાં છે, અને બહુસંખ્ય સમર્થ કલાકારો પણ આ ગાળામાં નીપજ્યા છે. આવા જ એક વિલક્ષણ કલાકાર હતા : ઉસ્તાદ શાલિવાહન. આ કલાકાર શહેનશાહ જહાંગીરના 'દરબારી ચિતારા' તરીકે પ્રખ્યાત હતા. મુગલશૈલીની કલમ ઉપર તેમનું પ્રભુત્વ અપરૂપ ગણાય તેવું તો હતું જ, પરંતુ તેમનાં આલેખેલાં ચિત્રો જોતાં મુગલ ચિત્રશૈલીના તે એક, અન્ય તમામ ચિત્રકારો કરતાં, અત્યંત વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કલાકાર હતા, તેવું સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. ઉસ્તાદ શાલિવાહન દ્વારા આલેખાયેલાં ચિત્રો ધરાવતી બે મહત્ત્વપૂર્ણ કૃતિઓ આજે આપણને ઉપલબ્ધ છે તે આ એક, “શાલિભદ્રમહામુનિચરિત્ર ચૌપાઈ”ની શ્રી નરેન્દ્રસિંહ સિંધી (કલકત્તા)ના સંગ્રહની પ્રતિ; અને બે, અત્રે પ્રસ્તુત વિજ્ઞપ્તિપત્ર. આ બન્ને કૃતિચિત્રોમાં તેમના ચિત્રકાર તરીકે શાલિવાહનનો સ્પષ્ટ નામોલ્લેખ છે, તેથી આમાં શંકાને અવકાશ રહેતો નથી. આ ઉસ્તાદ શાલિવાહન, વા. વિવેકહર્ષને જહાંગીરે જ્યારે ૧૨ દિનની અહિંસાનું ફરમાન સુપ્રત કર્યું ત્યારે, દરબારમાં હાજર હતો, અને તે પ્રસંગના આંખે દેખ્યા અહેવાલ જેવાં ચિત્રો તેણે આ વિજ્ઞપ્તિપત્રમાં દોરી આપ્યાં હતાં. તેની કલામાં Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001482
Book TitleAmari Ghoshnano Dastavej
Original Sutra AuthorSensuri
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy