________________
निज के गांव के धर्मकृत्यों का उल्लेख, सांवत्सरिक दिन का विधिपूर्वक किया गया आराधन और स्वकृत अपराध के लिए आचार्य से क्षमायाचन, इत्यादि बातों का बहुत अच्छा और क्रमपूर्वक उल्लेख किया जाता था। अंत में आचार्य को अपने क्षेत्र में पधारने के लिये विस्तारपूर्वक नम्र विज्ञप्ति की जाती थी और स्थानिक संघ के अग्रगण्य श्रावकों के દુસ્તાક્ષરપૂર્વ પત્ર કી સમાપ્તિ શી નાત થી ”(વિજ્ઞતિત્રિવેfી, ભૂમિકા-પૃ. ૩, સં. જિનવિજયજી, ઈ. ૧૯૧૬)
આ ઉપરાંત, વિજ્ઞપ્તિપત્રોમાં આલેખાતાં ચિત્રોના સામાન્ય સ્વરૂપ અંગે તેમણે નોંધ્યું છે કે : “fa fમન ખિન છે. आलेखित किये जाते थे। सबसे प्रथम, बहुत करके कुंभ-कलश और अष्ट मंगल तथा चौदह महास्वप्न चित्रित किये जाते थे। फिर राजा-बादशाहों के महल, नगर के बाजार, भिन्न भिन्न धर्मों के देवालय और धर्मस्थान (मस्जीदें भी), कुंआ, तालाब और नदी आदि जलाशय, नट और बाजीगर आदि के खेल, गणिकाओं के नृत्य इत्यादि.... । पर्युषणा के दिनों में जैन समाज के जो धार्मिक जुलूस निकला करते हैं..... उस भाव को लेकर भी कितने ही चित्र लिखे जाते थे। साथ में जिन आचार्य के पास वह विज्ञप्तिपत्र भेजा जाता था उनकी व्याख्यान-सभा का चित्र भी दिया जाता था। इस પ્રા૨ સામ! પત્ર માધા મા' તો વિત્ર જે સંસ્કૃત કિયા ગાતા થા. (એજન, પૃ. ૨-૩)
આવાં ઘણાં વિજ્ઞપ્તિપત્રો વિવિધ જ્ઞાનભંડારોમાં હજી સચવાયા છે, તો ઘણાં વિદેશોમાં કે ભંડારોમાંથી અન્યત્ર ચાલ્યા ગયા હોવાનું પણ જાણવા મળે છે. થોડાંક પત્રો કે તેમાંનાં ચિત્રો, ક્યારેક ક્યારેક, કયાંક પ્રગટ થયાં છે ખરાં. પરંતુ જૈન સંઘના ધુરીણોનું તથા સાધુવર્ગનું આ બધી સામગ્રી તેમ જ તેના અધ્યયન તથા પ્રકાશન આદિ બાબતો પરત્વે લેશ પણ લક્ષ્ય નથી; બલ્ક ઉપેક્ષાત્મક અને મહદંશે અજ્ઞાનવાસિત જ વલણ છે, તેથી જૈન સંઘમાં ભાગ્યે જ આ બધાં પાસાં વિશે કોઈને જાણકારી છે. જૈન સમાજમાં માલિકીનો જેટલો ભાવ અનુભવાય છે, તેટલો અધ્યયનની જિજ્ઞાસાનો ભાવ જોવા નથી મળતો, એમ કહી શકાય ખરું.
અહીં જે વિજ્ઞપ્તિપત્રની પ્રતિકૃતિ પ્રગટ થાય છે, તે વિજ્ઞપ્તિપત્ર તેમાંની ચિત્રકલાને કારણે જગતપ્રસિદ્ધ છે. દેશ-વિદેશના જૈન-જૈનેતર અનેક ચિત્રકલાવિદોએ તથા અન્ય વિદ્વાનોએ આ વિજ્ઞપ્તિપત્રને, સર્વાશે કે અંશતઃ, પોતાના ગ્રંથોમાં કે લેખોમાં પ્રકાશિત કરેલ છે. આમ છતાં, દુર્ભાગ્યે, પરંપરાગત જૈન સમાજનું કે તેના અગ્રણીઓનું ધ્યાન આ વિજ્ઞપ્તિપત્ર તરફ જવું જોઈએ તેટલું ગયું નથી અને જતું નથી, તે પણ એક વાસ્તવિકતા છે,
આ વિજ્ઞપ્તિપત્રનું બે દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ છે : ઐતિહાસિક દ્રષ્ટિએ તેમજ ચિત્રકલાની દ્રષ્ટિએ. અહીં, ટૂંકાણમાં જ, એ બન્ને પાસાંનો વિચાર પ્રસ્તુત છે.
ઐતિહાસિક દષ્ટિએ આ વિજ્ઞપ્તિપત્રનું મહત્ત્વ
સોળમા શતકના મહાન જૈનાચાર્ય જગદગુરુ હીરવિજયસૂરિજી - એ જૈન સંઘના એક પરમ વંદનીય આદર્શ સાધુપુરુષ છે. તેમના જીવનનાં વિશિષ્ટ ધર્મકાર્યોની વાતો આજે તો ભલભલાને હેરત પમાડે તેવી છે. તેમની વાતો જાણવા માટે અન્ય સાધનો ઉપલબ્ધ છે. અહીં તો આ વિજ્ઞપ્તિપત્ર સાથે તેમનો શો સંબંધ છે, તે જ તપાસવાનું પ્રસ્તુત છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org