SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞપ્તિપત્ર ઈતિહાસ અને સ્વરૂપ વિજ્ઞપ્તિપત્ર-સાહિત્ય એ જૈન પરંપરાનું મધ્યકાલીન સાહિત્ય-ક્ષેત્રે આગવું પ્રદાન છે. સાહિત્યનો આ પ્રકાર અન્ય કોઈ પરંપરામાં ખેડાયો હોય તેવું જાણવા મળતું નથી. અલબત્ત, લેખપદ્ધતિ કે પત્રપદ્ધતિ જેવી કૃતિઓ વિભિન્ન પરંપરામાં જરૂર મળે છે; પરંતુ વિજ્ઞપ્તિપત્રોનું જ સ્વરૂપ છે, તે સ્વરૂપનું સાહિત્ય તો અન્યત્ર અલભ્ય જ છે. વિજ્ઞપ્તિપત્ર એટલે વિનંતિ માટેનો કે વિનંતિરૂપ પત્ર. કોઈ સાધુ-મુનિરાજ અથવા કોઈ ક્ષેત્રનો જૈન સંઘ, પોતાના ગુરુજી-આચાર્ય અથવા ગચ્છનાયક-ને, ચાતુર્માસ દરમિયાન પર્યુષણ પર્વની પૂર્ણતા થયા બાદ, વર્ષભરમાં થયેલા અપરાધો/દોષો પરત્વે ક્ષમાપ્રાર્થના કરતો પત્ર પાઠવે - તે પત્ર તે જ વિજ્ઞપ્તિપત્ર. ક્ષમાપના ઉપરાંત, તે પત્રમાં, પોતાના ક્ષેત્રમાં પધારવાની કે ચાતુર્માસ માટે પધારવાની વિનંતિ પણ લખવામાં આવતી હતી. સામાન્ય પત્ર કરતાં આ વિજ્ઞપ્તિપત્રો બે રીતે જુદા પડતા : એક તો વિજ્ઞપ્તિપત્રો ઘણા ભાગે સચિત્ર હોતા; અને બીજું, વિજ્ઞપ્તિપત્રો ખૂબ લાંબાં - ૨૦ ફૂટથી માંડીને ૬૦ ફૂટ સુધીના - રહેતા. એક, દોઢ કે બે ફૂટના લાંબા અને તે માપ સાથે સુસંગત બને તેટલા પહોળા કાગળના ટુકડાઓને એકબીજા સાથે જોડી દઈને અપેક્ષિત લંબાઈનું ઓળિયું (વીંટો) તૈયાર થાય, અને પછી તેમાં સારા લેખકના હાથે, ઉત્તમ કર્તા દ્વારા તૈયાર થયેલ પત્રાત્મક કૃતિ લખાવવામાં આવે અને સારા ચિત્રકારની કલમે તેમાં ચિત્રો પણ આલેખાવવામાં આવે. પત્રનો પ્રારંભ જ મોટા ચિત્રથી થાય, પછી વચ્ચે વચ્ચે વિષયાનુરૂપ ચિત્રાંકનો આવ્યે જાય. પત્રની ચોફરતી સુશોભિત બોર્ડર તો હોય જ. વિજ્ઞપ્તિપત્ર જો વિદ્વાન મુનિ દ્વારા તૈયાર થયા હોય તો તેની ભાષા સંસ્કૃત હોય, એ પણ વિદ્વત્તાસભર અને પાંડિત્યપૂર્ણ કાવ્યમય હોય; અને સંઘ દ્વારા લખાયા હોય તો તેની ભાષા મુખ્યત્વે પ્રચલિત ગુજરાતી રહેતી. જો કે તેમાં પણ દુહા અને સંસ્કૃત પદ્યો વગેરેનું મિશ્રણ તો રહેતું જ. કેટલાક પ્રસિદ્ધ વિજ્ઞપ્તિપત્રોમાં ભ. શ્રી મુનિસુંદરસૂરિલિખિત ત્રિશતાફળી, વા. જયસાગરકૃત વિજ્ઞપ્તિત્રિવેણી, વા. વિનયવિજયજી કૃત દૂત- રાગ્નિ , વા. મેઘવિજયજીત ષડૂતHણાનેવ વગેરે નોંધપાત્ર છે. સચિત્ર વિજ્ઞપ્તિપત્રો પણ પાછલા દાયકાઓમાં ઘણા પ્રકાશમાં આવ્યાં છે. સંસ્કૃત પત્રો તેની ભાષા, કાવ્યમયતા તથા યમકાદિ અલંકારો, ઋતુઓનાં કે નગરાદિનાં વર્ણનો તેમ જ ચિત્રબંધોના વૈભવને લીધે જિજ્ઞાસુઓ માટે એક રસપ્રદ અભ્યાસ સામગ્રીરૂપ બની શકે તેવાં છે. તો સચિત્ર પત્રો તેમાં આંકેલાં, વિભિન્ન ચિત્રશૈલીઓનાં ચિત્રોના ખજાનારૂપ હોઈ ચિત્રવિવેચકો માટે વિશિષ્ટ અભ્યાસવિષયસમાં છે. વિજ્ઞપ્તિપત્રોનો સમય મુખ્યત્વે ૧૫મા શતકથી ૧૮મો શતક ગણાવી શકાય. અર્થાતુ, આ ગાળામાં અનેકાનેક સમૃદ્ધ વિજ્ઞપ્તિપત્રો રચાયાં તથા લખાયાં છે. આ વિજ્ઞપ્તિપત્રોની સામાન્ય વર્ણનશૈલી કેવી રહેતી, તે વિશે પ્રકાશ પાડતા પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજયજીએ નોંધ્યું છે 3 : “आदि में तीर्थकर देव संबंधी स्तुति-पद्य, फिर जिस देश और गांव में आचार्य विराजमान होते उसका आलंकारिक रूप से विस्तृत वर्णन, आचार्य के गुणों की प्रभूत-प्रशंसा, उनकी सेवा-उपासना करनेवाले श्रावक-समूह के सौभाग्य का निरूपण, आचार्य के दर्शन करने की स्वकीय उत्कंठा का उद्घाटन, पर्युषणा पर्व का आगमन और उसमें बने हुए Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001482
Book TitleAmari Ghoshnano Dastavej
Original Sutra AuthorSensuri
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy