________________
પ્રાસ્તાવિક
સુભાષિતસંગ્રહના શ્લોક ૯૬.૨૦ ના આધારે તેને પૂરો કર્યો છે.
આ ‘સૂક્તસંગ્રહ’માં બધા થઈને ૧૦ પ્રાકૃત શ્લોકો આવે છે, તેમનો તેને શ્લોક નીચે ટિપ્પણીમાં સંસ્કૃત અનુવાદ આપ્યો છે.
પ્રાચીન સુભાષિત સંગ્રહોમાં આ સંગ્રહના શ્લોકો પ્રમાણમાં ઓછા મળ્યા છે, જે મળ્યા છે તે શ્લોકાનુક્રમણીમાં દર્શાવ્યા છે. આ સંગ્રહના ૨૨૦ શ્લોકોમાંથી ૧૨૮ શ્લોકો અનુષ્ટુપમાં છે અને ૩૯ શ્લોકો આર્યામાં છે. અને ૧૬ શ્લોકો શાર્દૂલવિક્રીડિતમાં છે.
૨૩
પ્રસ્તુત હસ્તપ્રતમાં ચોથા નંબરે આવતો આ સૂક્તસંગ્રહ એના વિષયવૈવિધ્યને લીધે ખાસ નોંધપાત્ર બને છે.
(૫) ‘સૂક્તાવલી’
‘સૂક્તાવલી’ નામનો આ લઘુ સુભાષિતસંગ્રહ ૨૬૪(૧) નંબરની પ્રસ્તુત હસ્તપ્રતને અંતે ૫૪-૫૮ પત્રો ફોટોસ્ટેટ નકલ પૃ. ૨૩-૨૪)માં આવેલો છે. મુનિશ્રીએ આ ૨૬૪(૧) નંબરની હસ્તપ્રતમાં ઉપર્યુક્ત ચારજ સુભાષિતસંગ્રહો દર્શાવેલા છે. હસ્તપ્રતના છેલ્લા પૃષ્ઠોમાં આવેલા આ ‘સૂક્તાવલી’ નામનો સંગ્રહ તેમના ધ્યાનમાં આવ્યો નથી, તેથી સૂચીપત્રમાં તેનો નિર્દેશ નથી.
‘સૂક્તાવલી’ નામનો આ સંગ્રહ અધૂરો જણાય છે. તેમાં કુલ ૬૯ શ્લોકો છે, પણ તાડપત્રીય હસ્તપ્રતના ૫૭મા પત્રનો અર્ધો ભાગ સાવજ ઘસાઈ ગયેલો છે તેથી ૪૩ થી ૪૯ શ્લોકો વંચાતા નથી. માટે કુલ વંચાય તેવા શ્લોકો ૬૨ છે. તેમાં પણ પ્રથમ શ્લોક અને પચાસમો શ્લોક અધૂરો મળે છે.
Jain Education International
આ સંગ્રહ જેમાં છે, તે હસ્તપ્રતના પૃષ્ઠોમાં અક્ષરો ઘણા જ ઝીણા છે, સાવ ઘસાઈ ગયેલા છે અને કેટલાક શ્લોકોમાં અક્ષરો પણ ખૂટે છે, તેથી શ્લોકોને માંડ માંડ ઉકેલ્યા છે. આ સંગ્રહના સંગ્રાહકનું નામ પણ મળતું નથી, પણ સંગ્રહના પ્રથમ સુભાષિત પરથી તેઓ જૈન હશે એમ ચોક્કસ કહી શકાય છે. તેના પ્રથમ સુભાષિતમાં જિનેશ્વરને વંદન કરવામાં આવ્યું છે, બીજા એક સુભાષિતમાં (૩૧) જૈન ધર્મની પ્રશંસા કરવામાં આવી છે અને તે ઉપરાંત આ સંગ્રહના કેટલાક શ્લોકોમાં જૈન ધર્મને લગતી કેટલીક બાબતોનો નિર્દેશ કર્યો છે. (૩૭-૪૭). જૈન ધર્મની પ્રશંસા કરતું સુભાષિત નીચે પ્રમાણે છેઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org