________________
सुभाषितसंग्रहसमुच्चय
આ સંગ્રહમાં જૈન ધર્મ અનુસાર અઢાર પ્રકારના ભક્ષ્યભોજન વિશેના બે શ્લોકો (૫૩-૫૪) આપ્યા છે અને પછી તેમને સંસ્કૃત ટીકા વડે ગદ્યમાં સમજાવ્યા છે. તે ટીકાના અનુસંધાનમાં ચાર પ્રાકૃત શ્લોકોમાં ચોવીસ પ્રકારના ધાન્યની વિગત આપી છે. આ ભક્ષ્યભોજન અને ધાન્યની વિગત જૈન ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તો ઘણી અગત્યની છે, પણ તે ઉપરાંત તે જમાનામાં ભોજનમાં કઈ વાનગીઓ અને કયા ધાન્યો વપરાતાં હતાં, તેની પણ માહિતી આ શ્લોકો અને તેના પરની ટીકામાંથી મળી આવે છે.
૨૨
આ ઉપરાંત આ સંગ્રહમાં જૈન ધર્મને લગતાં જે સુભાષિતો મળે છે તે પણ નોંધપાત્ર છે. એક શ્લોકમાં કહ્યું છે કે જિનપૂજા, ગુરુભક્તિ, જૈનતત્ત્વમાં શ્રદ્ધા અને સાધર્મિક અનુરાગ – આ ચારમાં જૈન આગમનો સાર આવી જાય છે (૩૦). બીજા શ્લોકમાં જૈન તીર્થંકરની પૂજા અને જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા પર ભાર મુકાયો છે (૧૯૬). તો અન્ય એક સુભાષિતમાં કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી પાથેયથી સંપન્ન મનુષ્યને સંસારમાં કંઈ તકલીફ પડતી નથી (૨૩). એક સુભાષિતમાં તો એટલે સુધી કહ્યું છે કે જેણે જૈન તીર્થંકરની પૂજા કરી નથી, મુનિજનોને દાન આપ્યું નથી, રત્નત્રયની આરાધનારૂપ તપ કર્યું નથી, તેનો જન્મ વિફળ ગયો છે. :
पूजा नैव कृता जिनस्य कमलैः किंजल्कगन्धोत्करैः दानं नैव चतुर्विधं मुनिजने दत्तं मया भक्तितः ।
तप्तं नैव तपः सुचारुचरितं रत्नत्रयाराधकं
कष्टं मज्जननी मया प्रसवने दुःखेन संयोजिता ॥ १९५ ॥
આ સંગ્રહના અંતે ભાગમાં, જૈન સંઘનું મહત્ત્વ દર્શાવ્યું છે કે સંઘ સદ્ગુણ શીખવે છે, મુક્તિ આપે છે અને મહેનતથી કમાયેલા ધનથી જે લોકો તેની પૂજા કરે છે, તેમને સઘળાં ફળ મળે છે. (૨૦૬)
આ સંગ્રહના ઉપર્યુક્ત ભાવાર્થ પરથી ખ્યાલ આવે છે, આ સંગ્રહના સુભાષિતો મનુષ્યને ઉપયોગી દરેક ક્ષેત્રને આવરી લે છે અને તેથી તેની છાપ ઉપદેશ પ્રધાન સુભાષિત સંગ્રહ તરીકે જ ઉપસે છે.
આ સંગ્રહ હસ્તપ્રતનાં જે પૃષ્ઠોમાં છે, તે પૃષ્ઠોના ઠીકઠીક શ્લોકોમાં અમુક શબ્દોમાં અક્ષર કે અક્ષરો, ગમે તે કા૨ણે લખવાના રહી ગયા છે. તે અક્ષરોને, છંદ અને સંદર્ભ ધ્યાનમાં રાખીને, ચોરસ કૌંસમાં ઉમેર્યા છે. આ સંગ્રહના છેલ્લા શ્લોકના (૨૨૦) પ્રથમ આઠ અક્ષર જ મળે છે. ‘સૂક્તિરત્નહાર' નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org