________________
૨૧
પ્રાસ્તાવિક
यथा धेनुसहस्त्रेभ्यो वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृतं कर्म कर्तारमनुगच्छति ॥ १२२॥
આ સંગ્રહના એક સુભાષિતમાં તો મૃત્યુને, જીર્ણ શરીરને બદલે નવીન શરીર આપનાર રસાયણ કહ્યું છે. (૧૭૬)
આ સંગ્રહમાં એક સુભાષિતમાં એક વિસરાયેલી લોકકથાનો અણસાર પણ મળે છે. કે જેમાં એક પત્ની કહે છે કે ઘડામાંના સાપને લીધે મારો પતિ ઘેર પાછો આવ્યો, માટે સંઘર્યો સાપ પણ કામનો છે, એ કહેવતનો ભાવાર્થ આ શ્લોકના ઉત્તરાર્ધમાં મળે છે :
घटसर्पप्रभावेन भर्ता मे गृहमागतः । तस्मात्सर्वेषु कालेषु संग्रही नावसीदति ॥१२९॥
બીજા સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં અન્યોક્તિ પ્રકારના ઘણા શ્લોકો હોય છે, જ્યારે આમાં માંડ એવા બે-ત્રણ શ્લોક મળે છે (૧૧૪, ૧૧૫).
બધા ધર્મોમાં માન્ય છે એવા નીતિમત્તાના સિદ્ધાંતોનો ઉપદેશ આપતાં સુભાષિતો આ સંગ્રહમાં ઠીક ઠીક મળે છે. તેમાં પણ ખાસ કરીને અહિંસા સત્ય અસ્તેય અને અપરિગ્રહ આચરવા પર ખાસ મૂકાયો છે અને પરસ્ત્રીની મનથી પણ ઇચ્છા કરવાની મના કરી છે (૧૬૭, ૧૬૯, ૧૭૧), તો બીજા એક સુભાષિતમાં દમ, ક્ષાન્તિ, અહિંસા, તપ, દાન, શીલ યોગ અને વૈરાગ્યને ધર્મનાં લક્ષણ ગણાવ્યાં છે :
धर्मस्य कानि लिंगानि दमः क्षान्तिरहिंस्रता । तपो दानं च शीलं च योगो वैराग्यमेव ॥१८२॥
ક્યારેક વ્યાવહારિક ઉપદેશ પણ આ સુભાષિતોમાં આપવામાં આવ્યો છે, જેમકે દુષ્ટ સાથે દુષ્ટતા આચરવી (૧૦૧) અથવા તો ગમે તે ભોગે મનુષ્ય સ્વાર્થ સાધવો જોઈએ.
એક સુભાષિતમાં હિંદુ ધર્મ પ્રત્યે છૂપો કટાક્ષ હોય એમ લાગે છે, કારણ કે તેમાં કહ્યું છે જો જળમાં સ્નાન કરવાથી જ વિશુદ્ધિ થતી હોય તો પછી નાવિકો અને ધોબીઓની તો સ્વર્ગમાં જ ગતિ થાય -
यदि जलेन विशुद्ध्यन्ति वर्णाश्चह चतुर्विधाः । कैवर्ता रजकाश्चैव देवलोके व्रजन्ति ते ॥४२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org