SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ सुभाषितसंग्रहसमुच्चय આ સંગ્રહની શરૂઆત જ ધનની મહત્તા દર્શાવતા સુભાષિતથી થાય છે તે સિવાય પણ સમાજમાં ધનવાનોની પ્રતિષ્ઠા દર્શાવતાં સુભાષિતો મળે છે. (૭૨, ૧૩૯-૧૪૧) જેમકે, वयोवृद्धास्तपोवृद्धा ये च वृद्धा बहुश्रुताः । सर्वे ते धनवृद्धस्य द्वारे तिष्ठन्ति किंकराः ॥१४१॥ નિર્ધન મનુષ્યોની દશા વર્ણવતાં કહ્યું છે કે એમના મનોરથો મનમાં જ વિરમે છે (૧૧૭) દાનનો મહિમાં આ કૃતિના અનેક શ્લોકોમાં ગવાયો છે, તેમાંના કોઈમાં વિદ્યાદાનને (૧૭૦) કોઈમાં જીવનદાનને (૩૮) તો કોઈમાં (૧૮૩) અભયદાનને શ્રેષ્ઠ ગણાવ્યું છે આમાંના એક સુભાષિતમાં કહ્યું છે કે વિદ્યાહીન મનુષ્ય ખરા અર્થમાં રંક છે : दानहीनो न हीनस्तु धनं वा कस्य निश्चलम् । विद्याहीनश्च यः कश्चित् स हीनः सर्ववस्तुषु ॥१६१॥ ગૃહસ્થનાં કર્તવ્યોમાં, પુત્રીને માટે સારું ઘર શોધવાની અને પુત્રને સારું ભણતર આપવાની ફરજ ખાસ ગણાવી છે(૧૦૦). ગૃહસ્થાશ્રમના મુખ્ય આધાર રૂપ સ્ત્રીને સર્વ રત્નોમાં શ્રેષ્ઠ કહી છે (૯૮) વૃદ્ધાવસ્થા અંગેના કેટલાંક સુભાષિતોમાં, મંદ ગતિએ લાકડી લઈને લથડતા પગે ચાલતાં અને પરાણે બોલી શકતા વૃદ્ધનું ચિત્ર એક શ્લોકમાં મળે છે (૧૫૮) તો બીજા એક શ્લોકમાં ઘડપણની સરખામણી શ્લેષ દ્વારા બાળપણ સાથે કરી છે. (૧૫૪-૧૫૫). સંન્યાસી માટે કહ્યું છે કે જે સંન્યાસીનું હૃદય બધા જતુઓ માટે દ્રવતું ન હોય, જેનો ક્રોધ અને વિષયો પર કાબૂ ન હોય તેની પ્રવ્રયા તેની આજીવિકા છે (૧૩૬, ૧૪૩-૧૪૫) જેમકે विषया यस्य नाच्छन्नाः क्रोधो नोपशमं गतः । संसारे नैव वैराग्यं प्रव्रज्या तस्य जीविका ॥१४४॥ બીજા સંગ્રહોની જેમ આ સંગ્રહમાં પણ સજ્જન અને દુર્જનનાં લક્ષણો અંગેના ઠીક ઠીક સુભાષિતો મળે છે (૩૦, ૧૭૧, ૨૧૧; ૧૦૯-૧૧૧, ૧૮૮). દેવ અને પુનર્જન્મ અંગેના સુભાષિતોમાં કહ્યું છે કે આ જગત દેવને આધીન છે અને મનુષ્ય આકાશમાં કે સાગરમાં ગમે ત્યાં જાય, પણ દૈવ તેને છોડતું નથી (૧૪૭-૧૪૯). તે જ રીતે પુનર્જન્મનાં કર્મો પણ મનુષ્યને ગમે ત્યાંથી શોધી કાઢે છે (૧૭, ૧૨૨), જેમકે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy