________________
પ્રાસ્તાવિક
૧૯ ક્રમે આવે છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ સૂચીપત્રમાં, આ સંગ્રહને અધૂરો અને તેમાં ૨૬૮ શ્લોકો હોવાનું દર્શાવ્યું છે, પણ ખરેખર હાલ તો આ સંગ્રહમાં સળંગ ૨૨૦
શ્લોકો મળે છે, અને છેલ્લો શ્લોક (૨૨૦) અધૂરો છે. આ ફોટોસ્ટેટ નકલમાં હસ્તપ્રતનું પ૩મું પત્ર નથી, તેથી કદાચ તેમાં બાકીના શ્લોકો હશે એમ લાગે છે. આ સંગ્રહમાં એક શ્લોક બે વાર (૨૨, ૨૪) આપ્યો છે અને બંને જુદા શ્લોકોને એક નંબર (૬૯) આપ્યો છે તેથી કુલ શ્લોકોની સંખ્યા ૨૨૦ જ રહે છે, પણ આ સંગ્રહમાં માત્ર ૨૨મો શ્લોક જ રાખ્યો છે. અને તેને લીધે ૨૩-૬૮ સુધીના શ્લોકના નંબર બદલાયા છે. હસ્તપ્રત પ્રમાણે જ બાકીના નંબર આપ્યા છે.
આ સુભાષિત સંગ્રહના સંગ્રાહકનું નામ ક્યાંય પણ આપેલું નથી, પણ આ સંગ્રહમાં, જૈન ધર્મશાસ્ત્ર પ્રમાણે ભક્ષ્યભોજન અને ધાન્યને લગતી જે માહિતી આપી છે તે પરથી તેમજ જૈન ધર્મને લગતાં અમુક સુભાષિતો પરથી સ્પષ્ટ જણાય છે કે સંગ્રાહક જૈન ધર્મના છે એટલું જ નહીં પણ જૈન શાસ્ત્રોના પણ પૂરેપૂરા જાણકાર છે.
આ સંગ્રહમાં ૨૨૦ સુભાષિતો છે, તેમાંના ૧૦ સુભાષિતો પ્રાકૃતમાં છે અને બાકીના ૨૧૦ સંસ્કૃતમાં છે. આ સૂક્તસંગ્રહની શરૂઆત, ભર્તુહરિના નીતિશતક'માંથી લીધેલા એક સુભાષિતથી થાય છે. આ સંગ્રાહકે સંસ્કૃતના તેમજ પ્રાકૃતના જુદા જુદા સુભાષિતસંગ્રહોમાંથી સુભાષિતો પસંદ કરીને, આ સંગ્રહ તૈયાર કર્યો છે, પણ તેમણે સુભાષિતોને પદ્ધતિસરનું વિષયવાર વર્ગીકરણ કર્યું નથી.
સામાન્ય રીતે બીજાં સંસ્કૃત સુભાષિતસંગ્રહોમાં સુભાષિતોનું પદ્ધતિ અનુસાર વર્ગીકરણ કરેલું હોવાને લીધે, અનુકમણી જોતાં જ તેમાંના સુભાષિતોના વિષયોનો
ખ્યાલ આવી જાય, પણ આ સંગ્રહમાં પ્રકીર્ણ સુભાષિતોમાં અનેક છૂટાછવાયા વિષયો નિરૂપાયા છે, તેથી તેમાંના મુખ્ય વિષયોનો નિર્દેશ કર્યો છે અને તેમને લગતાં સુભાષિતોનો ટૂંક સાર આપ્યો છે જેથી વાચકને આ સંગ્રહના વિષયનો આછોપાતળો ખ્યાલ આવે.
આ સંગ્રહમાં ભક્ષ્યભોજન અને ચોવીસ પ્રકારનાં ધાન્યોનો નિર્દેશતો છે જ, પણ તે ઉપરાંત મુખ્યત્વ ધન, દારિદ્ર, દાન, વિદ્યાભ્યાસ, વૃદ્ધાવસ્થા, ગૃહસ્થાશ્રમ દેવ, પુનર્જન્મ, નૈતિક મૂલ્યો, વ્યાવહારિક ઉપદેશ અને જૈન ધર્મને લગતાં સુભાષિતો મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org