________________
પ્રાસ્તાવિક વૈરાગ્ય ઉપજવો જોઈએ, તેમને લીધે જ એ તેમાં વધારે આસક્ત થાય છે તે બાબત નીચેના સુભાષિતમાં સરસ રીતે કહી છે :
आयुर्नीरतरङ्गभङ्गमिति ज्ञात्वा सुखेनासितं लक्ष्मीः स्वप्नविनश्वरीति सततं भोगेषु बद्धा रतिः । अभ्रस्तम्बविडम्बियौवनमिति प्रेम्णावगूढा स्त्रियो यैरेवात्र विमुच्यते भवरसात्तैरेव बद्धो जनः ॥१७॥
આ સંગ્રહમાં, શાશ્વત તત્ત્વની પ્રાપ્તિમાં, સ્ત્રી પ્રત્યેના આકર્ષણને મુખ્ય ગણાવી, એક શ્લોક (૭)માં તેની ભ્રમરને નરકના દ્વારની ચાવી સાથે, તો બીજા શ્લોક (૧૫)માં તેને સાપણ સાથે સરખાવી છે. “સ્ત્રી સૌંદર્યના કવિઓએ કરેલાં વખાણ ખોટાં છે”, એમ જાણવા છતાં લોકો તેમાં આસક્ત થાય છે, માટે એક સુભાષિતમાં તેમને અંધ કહ્યા છે. (૩૨).
આત્મતત્ત્વ તરફ મનુષ્યોને અભિમુખ કરવા, આ સુભાષિતોમાં કાળની ક્રૂરતાને ઉપસાવી છે. એક શ્લોક (૨૭)માં કાળને આયુષ્યરૂપી જળને પ્રતિક્ષણ શોષીલેતા રેંટ સાથે, તો બીજા શ્લોક (૨૯) માં મનુષ્યોનો જીવ લેવા ફરતા ચોર સાથે સરખાવ્યો છે.
इयं मायारात्रिर्बहलतिमिरा मोहललितैः कृतज्ञानालोकास्तदिह निपुणं जाग्रत जनाः । अलक्ष्यः संहर्तुं ननु तनुभृतां जीवितधनान्ययं कालचौरो भ्रमति भुवनान्तः प्रतिगृहम् ॥२९॥
આ અસાર સંસાર પ્રત્યેના મમત્વનું મૂળ કારણ મોહ છે જે મુક્તિના દ્વારને બંધ કરી, મનુષ્યોને નિર્મળ વિવેક તરફ વળતાં રોકે છે, માટે આ શ્લોકોમાં મોહને ત્યજવાનું કહ્યું છે.
મોહની માફક તૃષ્ણા પણ મોક્ષમાર્ગમાં અવરોધરૂપ છે, કારણ કે તે મનુષ્યોને ન કરવા જેવાં કામ કરાવે છે. આ ઉપરાંત, સત્તાનું સંપત્તિ વિદ્વત્તાનું, બહાદુરીનું કે તપશ્ચર્યાનું અભિમાન પણ આત્માને ઓળખવામાં નડતરરૂપ છે. ૨૮
આ સંગ્રહમાં સીધો આધ્યાત્મિક ઉપદેશ આપવા કરતાં, અધ્યાત્મ માર્ગમાં નડતા અવરોધો જેવા કે સંસાર અને સ્ત્રીઓ પ્રત્યેની આસક્તિ, શરીર પરનું મમત્વ, તૃષ્ણા મોહ અને અહંકાર પર વધારે ભાર મૂકાયો છે. તે ઉપરાંત આ સંગ્રહમાં સુખમાં થતો આનંદ અને દુઃખમાં થતી વેદના-બંનેને જ્ઞાનાગ્નિમાં ઇંધણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org