SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તરીકે હોમીને, મોહને ઉખાડીને, વિવેક જાગ્રત કરવાનો કહ્યો છે. रागो बन्धुजने यदेष यदयं द्वेषश्च विद्वेषिणि श्रेयः सम्पदि यच्च या च विपदि प्रोत्सर्पिणि वेदना । तत्सर्वं विकसद्विवेकवपुषो ज्ञानानलस्येन्धनं कृत्वोन्मूलय मूलमांसलमपि व्यामोहजाड्यज्वरम् ॥४७॥ सुभाषितसंग्रहसमुच्चय આ સંગ્રહના અંતમાં કહ્યું છે કે જેમને આ બોધપ્રદીપે મુક્તિરૂપી માર્ગ દર્શાવ્યો છે, તેમને અંધકારભરી માયારાત્રિ પણ કશું કરી શકવાની નથી. ટૂંકમાં સંગ્રાહકે જુદા જુદા સંગ્રહોમાંથી ખાસ કરીને ભર્તૃહરિના શતકો અને ‘સૂક્તિમુક્તાવલી’માંથી સુભાષિતો પસંદ કરીને તેમનું વ્યવસ્થિત સંકલન એવી રીતે કર્યું છે કે તેનું ‘બોધપ્રદીપ’ નામ સાર્થક કરે છે કારણ કે તે બોધરૂપી પ્રદીપ પ્રગટાવીને મનુષ્યોના મોહરૂપી અંધકારને નષ્ટ કરે છે. સંસાર પ્રત્યેનો મોહ ન રાખીને, મુક્તિના માર્ગનો ઉપદેશ આપતો આ સંગ્રહ તેમાંના સુભાષિતોની શૈલીના વૈવિધ્યને લીધે રસપ્રદ બની શક્યો છે. કેટલાંક સુભાષિતો દૃષ્ટાંતો દ્વારા, કેટલાંક સુભાષિતો પ્રશ્નો દ્વારા, કે તૃષ્ણા, વિવેક મોહ વગેરે ભાવોને સંબોધન દ્વારા કે નર્મ-મર્મ અને કટાક્ષ દ્વારા, વૈરાગ્ય પ્રેરતા બોધને વેધકવણે રજૂ કરવામાં સફળ રહ્યાં છે. આ સંગ્રહના ૧૫ સુભાષિતો જણની ‘સૂ.મુ.’માંથી, ખાસ કરીને તેની ‘વૈરાગ્ય પદ્ધતિ’માંથી લેવામાં આવ્યા છે અને ત્રણ શ્લોકો ભર્તૃહરિના ‘શૃંગારશતક’ અને એક ‘વૈરાગ્યશતક'માંથી લેવામાં આવ્યા છે. આ ૫૨ સુભાષિતો કુલ ૧૦ છંદોમાં મળે છે, તેમાં ૨૩ જેટલાં શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. જ્યારે અનુષ્ટુપ છંદમાં માત્ર એક જ શ્લોક છે. અલંકારોની દૃષ્ટિએ જોઈએ તો આખા સંગ્રહમાં રૂપક અલંકાર એટલો છવાયેલો છે કે તેના વગરનો શ્લોક કાવ્યમાં જડવો મુશ્કેલ છે. બાકીના ઉપમા, દૃષ્ટાંત, અર્થાન્તરન્યાસ વગેરે અલંકારો છે, પણ તે રૂપકનાં અંગભૂત અલંકારો તરીકે પ્રયોજાયા છે. આ ‘બોધપ્રદીપ’ સંગ્રહ પ્રમાણમાં નાનો હોવા છતાં આ હસ્તપ્રત પાંચે સંગ્રહોમાં સાવ જુદી જ છાપ પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy