________________
૧૨
(૨) બોધપ્રદીપ
ઉપર્યુક્ત હસ્તપ્રતમાં બીજા ક્રમે આવતા ‘બોધપ્રદીપ’ નામના આ સુભાષિતસંગ્રહના ૫૨ શ્લોકોમાં મનુષ્યોને સંસાર પ્રત્યેની આસક્તિમાંથી ઊંચે ઉઠીને, આત્મસાક્ષાત્કાર તરફ વળવાનો બોધ આપવામાં આવ્યો છે. તેના પ્રથમ સુભાષિતમાં, કામદેવને સહેજમાં ભસ્મ કરનાર અને અપાર મોહરૂપી અંધકારને દૂર કરનાર, મહાદેવ કે જે યોગીઓના હૃદયમાં વસે છે, તેમને વિજય પામતા દર્શાવ્યા છે. આ કૃતિના કર્તા વિશે કોઈ માહિતી નથી, પણ તેમણે દેવાધિદેવ શંકરને લગતું પ્રથમ સુભાષિત આપ્યું છે, તે પરથી તેઓ શૈવધર્મ તરફ પક્ષપાત ધરાવતા હોવા જોઈએ એમ અનુમાન કરી શકાય.
सुभाषितसंग्रहसमुच्चय
આ સંગ્રહ જે હસ્તપ્રતમાં સચવાયો છે, તેમાં પ્રથમ ૫૧ શ્લોક પછી સમાપ્તિ સૂચક નોધવીપોગ્યમ્ । એવો નિર્દેશ છે અને ત્યાર પછી એક શ્લોક આવે છે જે ઉપર્યુક્ત સંગ્રહના મુખ્ય વિષયને લગતો જ છે તેથી એનો પણ આ સંગ્રહમાં સમાવેશ કર્યો છે, આમ આ સંગ્રહમાં કુલ ૫૨ શ્લોકો થાય છે.
આ સંગ્રાહકે જુદા જુદા સુભાષિતસંગ્રહોમાંથી સુભાષિતો પસંદ કરીને, તેમને એવી સુસંગત રીતે તેમને રજૂ કર્યાં છે કે પ્રથમ નજરે જોતાં કોઈને પણ આ એક કર્તા દ્વારા રચાયેલું લઘુકાવ્ય જ લાગે.
આ લઘુ સુભાષિતસંગ્રહમાં સંસાર પ્રત્યે મનુષ્યને અણગમો ઉપજે એ રીતે સંસારને રજૂ કરવામાં આવ્યો છે. એક શ્લોક (૨)માં તેને કારાગૃહનું રૂપક, તો બીજા શ્લોકમાં (૪) તેને સ્મશાન સાથે સરખાવ્યો છે.
इतः क्रोधो गृध्रः प्रकटयति पक्षं निजमितः शृगाली कृष्णेयं विवृतवदना धावति पुरः । इतः क्रूरः कामो विचरति पिशाचश्चिरमहो स्मशानं संसारः क इह पतितः स्थास्यति सुखम् ॥४॥
Jain Education International
આ સંસારને એવા ભવનાટક સાથે સરખાવ્યો છે કે જેમાં મૃત્યુનો કોઈ વિષ્ણુમ્ભક નથી. આ સુભાષિતોમાં આયુષ્યની ક્ષણભંગુરતા પર ભાર મૂકીને કહ્યું છે કે પ્રહરરૂપી કુહાડાઓ આયુષ્યરૂપી વૃક્ષને છેદતા રહે છે. મનુષ્યો આ બધું જાણવા છતાં સંસારના ભોગોમાં રાચે છે. જે કારણોને લીધે માણસોને સંસાર પ્રત્યે
For Private & Personal Use Only
www.jainelibrary.org