SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક ૧૧ अमुष्मिन्नुद्याने विहगखल एष प्रतिपदं विलोल- काकोलः क्वगति पटु यावत्कटुतरम् । सखे तावत्कीर दृढय हदि वाचंयमकलां न मौनेन न्यूनीभवति गुणभाजां गुणगणः ॥११८॥ અથવા તો નિર્ધન ને એકાકી બનેલા સ્વામીને પણ કોઈ વફાદાર સેવક ત્યજતો નથી, તે નીચેના સુભાષિતથી સૂચવાય છે : पयःपङ्कीभूतं तटमुपचितं शैवलमलैः तिरोभूतास्तेऽपि वचन तिमयः संभृतभियः । गतं यद्यपेतां विकृतिममितां पल्वलमिदं न सेवाहेवाकस्तदपि बक ! ते मुञ्चति मनः ॥ १२५॥ આ અધિકારમાં ઉપર્યુક્ત ૧૩ પેટાવિભાગોને વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા નથી, એ દેખીતું છે, કારણ કે “ચૂત” અને “વૃક્ષને લગતા પેટાવિભાગો અલગ આપ્યા છે, જ્યારે “સિંહ”ને લગતા બે પેટાવિભાગ છે, એમાંના અંતભાગમાં આવતા “સિંહ”ના શીર્ષક નીચેના પેટા વિભાગમાં વૈરાગ્યપ્રધાન શ્લોકો પણ મળે આ સંગ્રહ હસ્તપ્રતના શરૂઆતનાં પૃષ્ઠોમાં છે. તેમાં અક્ષર ઝીણાં અને ખૂબ જ નજીક નજીક છે, તે કેટલાંક શ્લોકોમાં અમુક અક્ષરો ઘસાઈ જવાથી, તેમને માંડ ઉકેલ્યા છે. આ સંગ્રહમાં કેટલાક સંસ્કૃત શબ્દોની સમજૂતી આપતી ટિપ્પણી પણ મળે છે તે નોંધપાત્ર છે. આ સંગ્રહના પ્રથમ વિભાગના શ્લોકો જૈન ધર્મને લગતા કોઈ ગ્રંથમાંથી લેવામાં આવ્યા જણાય છે તો બીજા વિભાગમાંના બહુ ઓછાં સુભાષિતો, પ્રાચીન સુભાષિત સંગ્રહોમાં મળે છે. તે સુભાષિતો શ્લોકાનુક્રમણીમાં દર્શાવ્યાં છે. આ સુભાષિતો ૧૮ છંદોમાં મળે છે, તેની સૂચી અંતે આપી છે. આ સંગ્રહના પ્રથમ વિભાગમાં આપેલાં, જૈન ધર્મના વિવિધ પાસાંઓને સરળતાપૂર્વક આલેખતાં સરસ સુભાષિતોને લીધે, આ સંગ્રહ જૈન ધર્મના અભ્યાસીઓને ઉપયોગી થશે તેવી આશા છે, તો બીજા વિભાગમાં આવેલાં સુભાષિતો, તેમાંની સુંદર અન્યોક્તિઓને લીધે સંસ્કૃતના વિદ્વાનોને ગમશે એમાં શંકા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy