SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. ગણાય તેવું. વીગતો-વિશ્લેષણોથી ખચિત અને એમનું ભરેલું ચિત્ત જાણે સહજપણે ઠલવાતું લાગે. કેટલા વિદ્યાર્થીઓનું ચિત્ત એમાં પરોવાતું હશે અને ભાયાણીસાહેબનો જ્ઞાનધોધ ઝીલવા એ શક્તિમાન થતા હશે એ વિશે શંકા રહે છે. એમ લાગે છે કે ભાયાણીસાહેબના મનમાં પણ અસંતોષ રહેતો હશે અને એમણે અધ્યાપનનું કામ વહેલું છોડી દીધું એમાં આ સ્થિતિએ ભાગ ભજવ્યો હશે. શાંત એકાંતમાં બેસી સૂક્ષ્મ-તીક્ષણ ઓજારોથી ભાષા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં ખણખોદ કરવી અને પછી મંડળીમાં બેસી હસતાંરમતાં વિદ્યાવિતરણ કરવું એ ભાયાણીસાહેબને વધુ ભાવતી અને ફાવતી પ્રવૃત્તિ છે. ગુજરાતના વિદ્વર્ગમાં ભાયાણીસાહેબ એકવિરલ ઘટના છે. એમની વિશિષ્ટ શક્તિઓનો લાભ ગુજરાત જેટલો લઈ શકશે એટલું એ વિદ્યાસમૃદ્ધ થશે અને ગુજરાતની વણિકસંસ્કૃતિને એક નવો ઓપ મળશે. આ માટે આપણે સૌ એમનું નિરામય દીર્ધાયુષ ઈચ્છીશું. ૨૫ સપ્ટે. ૧૯૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001475
Book TitleHemchandracharya Smaranika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages42
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy