________________
કરતા, પોતાનું પ્રતિપાદન રજૂ કરતા અને આ બધું ઉગ્રતાથી કરતા જોવા મળે છે. એમનો અવાજ મોટો ને આગ્રહી બની જાય ને મોટું લાલચોળ થઈ જાય. સામો માણસ ડઘાઈ જાય, મૂંગો થઈ જાય. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ એક વખત પોતાનો આવો અનુભવ મારી પાસે વર્ણવેલો. મેં કહ્યું કે ભાયાણીસાહેબ લાલપીળા થાય એનાથી આપણે મૂંઝાઈ ન જવું, આપણે પણ સામે ઉગ્ર થવું અને આપણી વાત જોરશોરથી મૂકવી. ભાયાણીસાહેબનો તો જ્ઞાનાવેશ હોય છે. આપણે સામા થઈએ કે હસી લઈએ એટલે થોડી વારમાં એ શમી જતો હોય છે. આપણી વાતનું તથ્ય સ્વીકારી લે, આપણને અધવચ્ચે આવી મળે કે ઉદારતાથી મતભેદને માન્ય કરી લે. ભાયાણીસાહેબ ઊહાપોહમાં રસ લેનારા છે, કોઈ મત પ્રવર્તક નથી. પશ્ચિમમાં નિત જવા જન્મતા વાદો, જે કોઈવાર તો પરસ્પર છેદ ઉડાડનારા હોય છે, તેમાં રસ લેનાર માણસ બદ્ધમત તો ન જ હોઈ શકે ?
ભાયાણી સાહેબ અખંડ વિદ્યોપાસક છે. ચંદ્રકળાબહેને એમને ઘરની જવાબદારીઓમાંથી મુક્ત રાખીને વિદ્યોપાસનામાં રચ્યાપચ્યા રહેવાની સગવડ કરી આપી છે. પણ એ શુષ્ક સંશોધક નથી કે નથી વિદ્યાભ્યાસજડ. રસિકતા એમનામાં ભારોભાર રહેલી છે. સંસ્કૃત-પ્રાકત મુક્તકોની મજા ભાયાણીસાહેબ પાસેથી જ માણવા મળે. આ મુક્તકોના રસાળ અને છટાદાર અનુવાદો કરવા એ એમનો નવરાશની પળોનો વિનોદ છે. પ્રાકૃત કથાઓની રસલહાણ ગુજરાતીમાં કરવાનું પણ એમને ગમે છે. થોડાંક સુંદર સ્મૃતિલેખો એમણે લખ્યા છે અને ક્યારેક ગંભીર વાત પણ એમણે નર્મમર્મકટાક્ષથી કહી છે. ભાયાણીસાહેબ સંશોધક ન થયા હોત તો સર્જક અવશ્ય થયા હોત એમ આપણને લાગે. ભાયાણીસાહેબ ઠઠ્ઠામશ્કરીમાં રસ લે, ગપસપમાં ગૂંથાય અને નિંદારસનોયે એમને નિષેધ નથી. પૂરું માનવીય વ્યક્તિત્વ છે. એમનું હાસ્યની તો એવી છોળો ઉછાળે કે અભ્યાસ અને અટ્ટહાસનો આ મેળ આપણને વિધાતાનું કોઈ વિસ્મયકર્મ લાગે. - ભાયાણીસાહેબનો તે ખરેખરો વિદ્યાવિનોદ. માટે જ “વ્યાસંગ' અર્પણ કરતાં મેં લખ્યું હતું?
આપનો ઘડીક સંગ. એ જ તો કેવો મોજભરેલો વિદ્યાનો વ્યાસંગ
ઘડીક સંગ જ વિદ્યાનો વ્યાસંગ બને અને તે પણ મોજભરેલો તે ભાયાણીસાહેબ પાસે જ. પણ એ બને ભાયાણીસાહેબ સાથેની અનૌપચારિક ગોષ્ઠિમાં જ. ઔપચારિક વ્યાખ્યાનમાં ક્યારેક વ્યંગવિનોદનો તણખો ઝરે, પણ. સામાન્ય રીતે એ ભારેખમ રહે. વર્ગશિક્ષણ પણ એમનું ઔપચારિક અને શુષ્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org