________________
જગતનાં ઘટકરૂપ બે દ્રવ્યોમાંના એક ચેતનસ્વરૂપ જીવના જુદા જુદા પ્રકારોમાંથી જીવના એક પ્રકારરૂપ શુદ્ધાત્માના સ્વરૂપનો ખ્યાલ આવે તેવી વિચારણા જ ‘જ્ઞાનસાર'માં મુખ્ય છે. સંસારી જીવના જે જુદા જુદા પ્રકારો છે તેનો ઉલ્લેખ લગભગ ક્યાંય થયેલો નથી.
જીવ
શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે ? અથવા તો શુદ્ધાત્મામાં કયા કયા ગુણો રહેલા છે ? એ પ્રશ્નના જવાબરૂપે નીચેના ગુણો તા૨વી શકાય તેમ છે
:
-
(ક) જ્ઞાનસ્વરૂપ
શુદ્ધ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ વાત ઘણી જગ્યાએ, જુદી જુદી રીતે સ્પષ્ટ થઈ છે. દા.ત.
(૧) “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે એમ વિચારવું તે મોહને હણવાનું આકરું શસ્ત્ર છે.”(૪/૨) અહીંયાં શુદ્ધ જ્ઞાન એટલે કેવળજ્ઞાન તે અર્થ ટબામાં સ્પષ્ટ કર્યો છે. ‘મારો' એટલે આત્માનો એમ અર્થ લેતાં આત્મા તેના શુદ્ધ સ્વરૂપે જ્ઞાનમય છે તેમ અહીં જણાવાયું છે.
(૨) “જેમ દીવાની ઊંચે અને નીચે ગમન કરવારૂપ બધી જ ક્રિયા પ્રકાશમય હોય છે, તેમ અન્ય સ્વભાવે (એટલે પુદ્ગલભાવે) નહીં પરિણામ પામેલા આત્માની આહાર-વ્યવહારાદિક સઘળી ક્રિયા જ્ઞાનમય છે.” (૧૩૮) જીવાત્મા જેમ જેમ પોતાના શુદ્ધતમ સ્વરૂપની નજીક જાય છે તેમ તેમ તેની સર્વ ક્રિયા જ્ઞાનમય બનતી જાય છે.
(૩) “જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં મગ્ન થાય છે તેમ જ્ઞાની જ્ઞાનમાં મગ્ન થાય છે.” (૫૧) જેમ જેમ જીવાત્માની પ્રગતિ થાય છે તેમ તેમ તે જ્ઞાનની નજીક પહોંચે છે અને જ્ઞાનમય વાતાવરણમાં મગ્ન બને છે. અહીં શુદ્ધાત્માનું જ્ઞાનસ્વરૂપ સૂચવાયું છે.
(૪) જે સાધક છે તેણે પોતાનું મન શેમાં સ્થિર કરવાનું છે ? “ઇન્દ્રિયોને સંકોરીને, પોતાના મનને આત્મ-દ્રવ્યમાં એકાગ્ર કરીને ચિન્માત્ર એટલે જ્ઞાનમાત્રને વિષે સ્થિરતા ધારણ કરતો આત્મા મગ્ન કહેવાય છે.”(૨/૧) સાધક આત્મદ્રવ્યમાં એકાગ્રતા રાખીને ‘જ્ઞાન’માં સ્થિરતા ધારણ કરે તે જરૂરી છે.
તત્ત્વવિભાવના
77
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org