________________
(૫) “જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે અવિનશ્વર તૃપ્તિ મળે છે. જ્યારે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ મળે છે.” (૧૦/૨) અહીં વિષયો એટલે ઇન્દ્રિયના વિષયો દ્વારા મળતી તૃપ્તિ ક્ષણિક હોય છે તેમ જણાવીને જ્ઞાનાદિ ગુણો એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રના ગુણો દ્વારા અવિનશ્વર તૃપ્તિ મળે છે તેમ દર્શાવીને દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણ ગુણોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે.
આત્માની અંતિમ અવસ્થા જ્ઞાનસ્વરૂપ છે તે બાબત એક યા બીજી રીતે અહીં સૂચવાઈ છે. (ખ) પૂર્ણાનંદસ્વરૂપ
શુદ્ધ આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે તે બાબત પહેલા પૂર્ણતા-અષ્ટકના શ્લોકોમાં ભારપૂર્વક જણાવી છે, તેમ જ અન્યત્ર પણ તે વાત સમજાવી છે, જેમ કે:
(૧) “સતુ” (સત્તા), ચિત્ (જ્ઞાન) અને આનંદ (સુખ)થી પરિપૂર્ણ જ્ઞાનીને સર્વ જગત દર્શન, જ્ઞાન, ચારિત્રથી પૂર્ણ દેખાય છે.” (૧૧) સુખી વ્યક્તિને જેમ જગત સુખી જણાય છે તેમ સચ્ચિદાનંદથી પૂર્ણ જ્ઞાનીને જગત પણ પૂર્ણ જણાય છે. જ્ઞાની પુરુષ સચ્ચિદાનંદમય હોય છે.
(૨) “આ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન એટલે કે શુદ્ધ સ્વભાવવાળો આત્મા સ્થિર-નિશ્ચલ સમુદ્ર જેવો છે.” (૧/૩) તે કેવી રીતે ? જેમ તરંગો કે મોજાંઓથી લાગતી સમુદ્રની પૂર્ણતા કલ્પિત પૂર્ણતા છે, તેમ “હું ધનવાન છું, હું રૂપવાન છું, હું પુત્ર-સ્ત્રીવાળો છું” વગેરે સંકલ્પ, વિકલ્પોથી કે અવસ્તુથી ઉદ્ભવેલી પૂર્ણતા કલ્પિત કે જૂઠી પૂર્ણતા હોય છે. જ્યારે પૂર્ણાનંદરૂપ આત્મા, શુદ્ધ સ્વભાવવાળો આત્મા તો સ્થિર સમુદ્રના જેવો પ્રશાંત હોય છે, તે જ્ઞાનાદિ રત્નો વડે પૂર્ણ હોય છે. આ પૂર્ણતા પરની અર્થાત્ અન્યની ઉપાધીથી માની લીધેલી પૂર્ણતા નથી, પણ જાતવંત રત્નની જેમ સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે. (૧૨) . (૩) “આ પૂર્ણાનંદરૂપ શુદ્ધ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે, કારણ કે તેવો શુદ્ધ આત્મા ધનધાન્યાદિ પુદ્ગલથી અપૂર્ણ હોવા છતાં તે આત્મિક ગુણોથી પૂર્ણ હોય છે.” (૧/૬).
(૪) “ઇન્દ્રિયને અગોચર અને માત્ર અનુભવગમ્ય એવી જે તૃપ્તિ પોતાના નિર્ભેળ શાંતરસના અનુભવથી થાય છે તે તૃપ્તિ જિહુવેન્દ્રિય દ્વારા પરસના ચાખવાથી પણ થતી નથી.”(૧૦૩) અહીં જે શાંતરસની વાત કરી છે તે આનંદસ્વરૂપ આત્મામાં જ શક્ય બને છે. જે પૂર્ણાનંદસ્વરૂપ આત્મા છે, તે શાંતરસથી અતીન્દ્રિય તૃપ્તિનો અનુભવ કરી શકે છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
78.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org