________________
અષ્ટક'માં રજૂ થઈ છે. સુંદર જમણ જમીને જે ઉદરની તૃપ્તિ થાય છે તે ક્ષણિક છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર જેવા ગુણોથી જે તૃપ્તિ જ્ઞાનીને થાય છે તે અવિનશ્વર છે. સંસારમાં તો ઘણી વખત સ્વપ્નવતું જૂઠી તૃપ્તિનો અનુભવ પણ થાય છે, જ્યારે સમ્યગુ-દૃષ્ટિવાન સાધકને તો કાયમી અને સાચી તૃપ્તિ પ્રાપ્ત થાય છે.
આવશ્યક ક્રિયાઓ કરીને તૃપ્ત થયેલ સાધક જળકમળવત્ જીવન જીવતો હોય છે તે વાત “નિર્લેપ-અષ્ટકમાં કરવામાં આવી છે. સંસારમાં જીવવા છતાં સાધક અલિપ્તતા કેળવી શકે તો કર્મમળથી લપાતો નથી.
આવી નિર્લેપતા ધરાવનારને જીવનમાં ભોતિક, પૌદ્ગલિક બાબતો અંગે કોઈ પણ જાતની સ્પૃહા હોતી નથી એ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બારમા નિઃસ્પૃહ-અષ્ટક'માં રજૂ કરી છે. બીજાની સ્પૃહા દુઃખરૂપ છે, નિઃસ્પૃહતા સાચું સુખ છે એમ કહીને સુખ અને દુઃખનું લક્ષણ સંક્ષેપમાં પણ સચોટ રીતે રજૂ કર્યું છે.
આ નિઃસ્પૃહતાની પરાકાષ્ઠાએ વાણીની પણ સ્પૃહા રહેતી નથી. એટલે તે મૌન બનીને જ્ઞાન-ધ્યાન-સાધનામાં જ મસ્ત રહે છે, એ વાત “મૌન-અષ્ટકમાં કરવામાં આવી છે. મૌન એટલે અહીંયાં માત્ર વાણીના મૌનની વાત નથી, પણ સાધકની મન-વચન-કાયાથી પુદ્ગલમાત્રમાં અપ્રવૃત્તિ' (૧૩)૭) એવો વિશાળ અર્થ રજૂ થયો છે.
પોતાની શક્તિઓના બિનજરૂરી વ્યયને રોકીને સાધક “આત્મા નિત્યતા, શુચિતા ધરાવે છે એ વિદ્યાને આત્મસાત્ કરે છે એમ જણાવીને વિદ્યા-અષ્ટકમાં વધુમાં જણાવાયું છે, કે વિદ્યાવાન સાધક લક્ષ્મી, આયુષ્ય, શરીર વગેરેની ક્ષણભંગુરતાને જાણીને આવી વિનાશશીલ બાબતોમાં ક્યારેય મારાપણાની ભાવનાનું આરોપણ કરતો નથી. તેઓ જણાવે છે, કે મિથ્યાજ્ઞાન કે અવિદ્યા દૂર થતાં અને સમ્યગુજ્ઞાન કે વિદ્યા પ્રાપ્ત થતાં વ્યક્તિ આત્મામાં પરમાત્માને જુએ છે. ૧૪૮)
- શરીર અને આત્મા જુદાં હોવા છતાં અવિદ્યાવાન તે બંનેને એક માનીને પોતાનો ઘણો વ્યવહાર ગોઠવે છે, પરંતુ હકીકતે આ શરીર અને આત્મા જુદા છે એવું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન સાધક માટે જરૂરી છે, એ વાત “વિવેક-અષ્ટકમાં કહેવાઈ છે. સાધક વ્યક્તિ પોતાના વિવેકજ્ઞાન વડે હંસની જેમ નીરક્ષીરન્યાયે જીવ અને કર્મ, આત્મા અને દેહ – આ બધાંને અલગ અલગ તારવી શકે છે. આવો વિવેક જેનામાં આવે તે વ્યક્તિ મધ્યસ્થભાવ રાખીને રાગ-દ્વેષમાં
- જ્ઞાનસાર-અષ્ટક
65 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org