________________
ક્યારેય પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે નહીં. (૧/૨, ૧૮/૫) પૂર્ણાત્મા જ્ઞાની પુરુષની દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પૂર્ણતા – સ્વયં પ્રકાશિત રત્નની જેમ સ્વભાવસિદ્ધ છે, સ્થિર સમુદ્રની જેમ પ્રશાંત છે.
પરિસ્થિતિ એ છે કે પૂર્ણતા એ આત્માની સ્વાભાવિક અવસ્થા હોવા છતાં અજ્ઞાન, કષાયો વગેરેના કારણે આપણને આ પૂર્ણતાનો અનુભવ અત્યારે થતો નથી. આત્માના સ્વાભાવિક એવા આ પૂર્ણતા ગુણનો અનુભવ આપણને કેવી રીતે થાય ? અથવા તો પૂર્ણતારૂપી સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનરૂપ કયા કયા ગુણો આવશ્યક છે ? તે વાત હવેનાં અષ્ટકોમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતે સરળતાથી રજૂ થઈ છે.
પૂર્ણતા મેળવવા માટે વ્યક્તિ અંતર્મુખી હોય તે સૌથી આવશ્યક બાબત છે. અંતર્મુખી વ્યક્તિ પોતે જે કાંઈ કરે છે તેમાં સંપૂર્ણ મગ્ન થઈ જાય છે, એકાગ્ર બની જાય છે તે વાત “મગ્નતા-અષ્ટક”માં ઉપાધ્યાયજીએ રજૂ કરી છે. મગ્ન વ્યક્તિ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાના મનને એકાગ્ર કરે છે. આ વ્યક્તિ જે કાંઈ કરે છે તે કર્તાભાવે નહીં પણ માત્ર સાક્ષીભાવે જ કરે છે.
વ્યક્તિ આવી મગ્નતા ધારણ કરે ત્યારે તે અનેકાગ્ર અને ચંચળ ન હોય, પણ સ્થિર જ હોય આ વાત ત્રીજા “સ્થિરતા-અષ્ટકમાં સમજાવીને જણાવ્યું છે કે અસ્થિર વ્યક્તિ પોતાના લક્ષ્યમાં એકાગ્ર બની શકે નહીં.
માણસ અસ્થિર શા માટે બને છે ? તેનો ટૂંકો જવાબ આપતાં ચોથા “મોહત્યાગ-અષ્ટકમાં જણાવ્યું છે : “હું” અને “મારું” આ મોહનો મંત્ર જગતને અંધ કરનાર છે. (૪૧) જે વ્યક્તિ “હું” અને “મારું” આ ભાવને ત્યજીને “હું નિજ સત્તારૂપે રહેલ શુદ્ધ આત્મદ્રવ્ય છું” એવું નિશ્ચંતપણે અનુભવે છે તે વ્યક્તિ
ક્યારેય મોહમાં ફસાતી નથી. મારાપણાના મોહથી યુક્ત વ્યક્તિ આત્મામાં ઉપાધિનું ખોટી રીતે આરોપણ કરે છે, તેથી તે આત્માની નિર્મળતાનો અનુભવ કરી શકતી નથી.
વ્યક્તિની મોહદશા માટે તેનું અજ્ઞાન કારણભૂત છે. જો આ અજ્ઞાન દૂર કરીને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં આવે તો સાધક પોતાના સાધનામાર્ગમાં જરૂર આગળ વધી શકે – આ વાત “જ્ઞાન-અષ્ટક'માં કરવામાં આવી છે. સાધનાના અંતિમ ધ્યેય પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન જરૂરી છે તે જ્ઞાન આત્માને તેના શુદ્ધ
જ્ઞાનસાર-અષ્ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org