________________
માનતા. સાધકને માટે તેઓ આત્મિક આનંદની અનુભૂતિ સુધી, પૂર્ણાનંદની પ્રાપ્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય રજૂ કરે છે. ‘પૂર્ણતા' – માનવજીવનનું ધ્યેય
“જ્ઞાનસાર'નાં બત્રીસ અષ્ટકોમાં પહેલું અષ્ટક છે “પૂર્ણતા-અષ્ટક'. આ પ્રથમ અષ્ટકમાં માનવજીવનના ધ્યેય તરીકે, Summum bonum તરીકે, સાધનામાર્ગના લક્ષ્યબિંદુ (સાધ્ય) તરીકે કે પછી યાત્રામાર્ગના શિખર તરીકે પૂર્ણતાની વાત રજૂ કરીને બાકીનાં અષ્ટકો તે ધ્યેયને પ્રાપ્ત કરવાનાં સોપાનોરૂપે, સાધનરૂપે વર્ણવેલ છે. સાધક વ્યક્તિમાં કે મુનિમાં કયા કયા ગુણો હોય તો તે પૂર્ણતાના શિખરે પહોંચી શકે તે પ્રશ્નનો જવાબ બાકીનાં એકત્રીસ અષ્ટકોમાંથી મળે છે. ખૂબીની વાત એ છે કે મોટા ભાગના જૈન સાહિત્યમાં જીવનના ધ્યેય તરીકે વૈરાગ્ય, ઇંદ્રિયસંયમ, તપ, ત્યાગ વગેરે નિષેધાત્મક લાગતી બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે. “જ્ઞાનસારમાં ઉપાધ્યાયજીએ આવી નિષેધાત્મક બાબતોને બદલે વિધેયાત્મક બાબત “પૂર્ણતાને લક્ષ્ય તરીકે મૂકી છે તે જૈન દર્શનના સાહિત્યમાં ક્યારેક જ જોવા મળતી બાબત છે.
“જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોમાં પહેલું “પૂર્ણતા-અષ્ટક' એ ધ્યેય છે, શિખર છે અને બાકીનાં અષ્ટકો તે શિખર સુધી પહોંચવા માટેનાં સોપાનો છે તેમ કહીએ તેથી અહીંયાં એક યાત્રામાર્ગનું નિરૂપણ થતું હોવાનો અણસારો મળે છે. ઉપાધ્યાયજીએ શિખર કે લક્ષ્ય પહેલાં બતાવી દીધું તેનું કારણ એ છે કે સાધકને – યાત્રિકને ખ્યાલ આવે કે તેણે ક્યાં સુધી પહોંચવાનું છે. ઉપાધ્યાય યશોવિજયજી માનવમનના ઊંડા જાણકાર હશે તેની પ્રતીતિ અહીં આપણને થાય છે. જે રીતે કોઈ માણસે જાયું હોય કે કેરી કેવી છે તો તે માણસ કેરીને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે, તે જ રીતે સાધકને ખબર હોય કે પૂર્ણતા મેળવવાથી શું શું મળે, પૂર્ણતાનું સ્વરૂપ કેવું હોય, તો તે સાધક પોતાની જાણકારીને કારણે પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને.
પૂર્ણતાને શિખર માનીએ અને નીચે તળેટીથી ઉપર શિખર સુધી પહોંચવું હોય, તો માર્ગ કેવો થાય ? બત્રીસમા “સર્વનયાશ્રય-અષ્ટક'થી શરૂ કરીને વિપરીત (ઊલટા) ક્રમે એકત્રીસમા તપ-અષ્ટક', ત્રીસમા ધ્યાન-અષ્ટક', ઓગણત્રીસમા પૂજા-અષ્ટક” અને એમ ક્રમે ક્રમે છેલ્લે બીજા “મગ્ન-અષ્ટકનો ક્રમિક સોપાનો તરીકે વિચાર કરીએ તો આપણે “પૂર્ણતાના શિખરની નજીક પહોંચતા હોઈએ તેવું લાગે. તેથી ઊલટું, આપણે પૂર્ણતાના શિખર ઉપરથી નીચે ઊતરવાની કલ્પના કરીએ તો માર્ગ કેવો જણાય ? તો પૂર્ણતાની નજીક મગ્નતા
જ્ઞાનસાર-અષ્ટક
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org