________________
રહેલા લોકો તરફથી જેમ જેમ પ્રયત્નો થતા રહ્યા તેમ તેમ એ શિખા તેજ સાથે
વધતી રહી અને એથી ઉજ્જવળ યશ-પ્રભા આઠ દિશામાં વ્યાપ્ત થઈ રહી.” ૨૭. “સ્વાધ્યાયગ્રંથ' પૃ. ૧૨થી ૧૪માં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. તેમાં
નોંધેલ વિગત પ્રમાણે વિ.સં. ૧૭૦૪થી ૧૭૦૮ દરમ્યાન ઘેરતખાન અને
વિ.સં. ૧૭૦૮થી ૧૭૧૦ દરમ્યાન શાઈસ્તખાન ગુજરાતના સૂબેદાર હતા. ૨૮. શ્રી યશોવિજયજીના અન્ય દર્શનના અભ્યાસ અંગે શ્રી જિતેન્દ્ર દેસાઈ
જણાવે છે : “યશોવિજયજી બિનસાંપ્રદાયિક સમન્વયવાદી તત્વાન્વેષી હતા એમ કહીએ તો તેમાં સહેજ પણ અતિશયોક્તિ નહીં ગણાય. આ બાબત નીચેની હકીકતથી સ્પષ્ટ થશે : યશોવિજયજીએ “અધ્યાત્મસારના યોગાધિકાર અને ધ્યાનાધિકારમાં મુખ્યત્વે ભગવદ્ગીતા અને પાતંજલસૂત્રનો ઉપયોગ કરીને જૈન યોગના ધ્યાનવિષયક વિચારોનો સમન્વય કર્યો છે. “અધ્યાત્મોપનિષદુમાં તેમણે શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર યોગોમાં મુખ્યત્વે યોગવાશિષ્ઠ અને તૈત્તિરીય ઉપનિષદનાં વાક્યો ટાંકીને તાત્વિક એકતા દર્શાવી છે. યોગાવતાર કાત્રિશિકામાં તેમણે પાતંજલ યોગના વિષયોનું જૈન પ્રક્રિયા મુજબ સ્પષ્ટીકરણ આપ્યું છે. પતંજલિના યોગસૂત્ર ઉપરની તેમની વૃત્તિ જૈન યોગપ્રક્રિયા અનુસારની છે. અહીં તેમણે સાંખ્ય અને જૈન પ્રક્રિયાની તુલના પણ કરી છે.”
- “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૪૨ ૨૯. પૂ. યશોવિજયજી મહારાજની લાયકાત તો “આચાર્ય પદવી મેળવવાની હતી,
છતાં તેનાથી તેઓ શા માટે વંચિત રહ્યા?— તેનો એક જવાબ એ છે કે જૈન ધર્મમાં તે વખતે ઘણા મતભેદો પ્રવર્તતા હતા, ઘણા વિક્ષેપો હતા, છતાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સંઘનું બંધારણ તે વખતે પણ ઘણું વ્યવસ્થિત હતું. તે બંધારણ પ્રમાણે શ્રમણાસંઘમાં ગચ્છપતિ તરીકે આચાર્ય તો એક જ હતા. એક આચાર્યની આજ્ઞા પ્રમાણે ગચ્છની બધી જ વ્યવસ્થા નિયમિત રીતે ચાલતી અને વિદ્વાનો, સાધુઓ સૌ તેમની આજ્ઞાને પાળતા. આચાર્ય તો સંઘમાં એક જ હોઈ શકે આ નિયમને કારણે જ કદાચ પૂ. યશોવિજયને આચાર્યપદવી નહીં મળી હોય એમ અનુમાન કરી શકાય.
- જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૨૨ વળી પોતે નિર્દભી હોવાથી પોતાના સમયની અંધકારભરી પરિસ્થિતિ ચલાવી લેવાને બદલે તેવી પરિસ્થિતિ પેદા કરનારા પ્રત્યાઘાતી બળોનો પોતાની કૃતિઓમાં યશોવિજયજી : જીવન અને વાડ્મય
41
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org