________________
તેના ૩૩૬ ઉપપ્રકારો કેવી રીતે પડે છે તે સમજાવ્યું છે. સમ્યક્ દૃષ્ટિના અભાવમાં આ સર્વ પ્રકારનું જ્ઞાન પણ અજ્ઞાન જ ગણી શકાય એવો મત છેલ્લે ૨જૂ કર્યો છે. ચોથા તરંગની ગાથાઓ અપૂર્ણ મળે છે, તેથી તેમાં ક્યા વિષયોની ચર્ચા થઈ છે તે જાણી શકાતું નથી.
૪૭
ઉપાધ્યાયજીએ રચેલ અન્ય દાર્શનિક ગ્રંથોથી પણ પરિચિત થઈએ.
‘ન્યાયાલોક'એ સંસ્કૃતમાં નવ્યન્યાયની શૈલીથી લખાયેલ અગત્યનો ગ્રંથ છે. ‘ન્યાયાલોક’નો અર્થ થાય છે ‘પ્રમેયો અને પદાર્થોને પ્રકાશિત કરનાર, સ્પષ્ટ કરનાર ગ્રંથ.’ આ ગ્રંથમાં ઉપાધ્યાયજીએ ગંગેશોપાધ્યાય, વર્ધમાન ઉપાધ્યાય, પક્ષધર મિશ્ર જેવા નવ્યન્યાયના દિગ્ગજ પંડિતોની આલોચના કરીને તેમનું સયુક્તિક ખંડન કર્યું છે અને તે દર્શનોની ખામીઓ બતાવીને જૈન દર્શનના સિદ્ધાંતોનું નવ્યન્યાયની શૈલીમાં સ્થાપન કર્યું છે. આ ગ્રંથના ત્રણ વિભાગને ‘પ્રકાશ’ એવું નામ આપેલ છે. પ્રથમ પ્રકાશમાં મુક્તિ અંગે ચર્ચા છે. પૂર્વપક્ષમાં મોક્ષ અંગે જુદા જુદા મતનું કથન કરીને તે મતનું ખંડન કર્યા બાદ જૈન દર્શનસંમત મોક્ષના મતની સ્થાપના કરી છે. દ્વિતીય પ્રકાશમાં પ્રારંભમાં યોગાચાર બૌદ્ધો(વિજ્ઞાનવાદીઓ)ના બાહ્યાર્થ-અભાવના સિદ્ધાંતનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ન્યાય-વૈશેષિકમાં સ્વીકાર્ય એવા સમવાયસંબંધનું અને તેના અભાવવાદનું ખંડન કરવામાં આવ્યું છે, જૈન દર્શનસંમત ભેદાભેદવાદનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તૃતીય પ્રકાશમાં સંક્ષેપથી માત્ર સિદ્ધાંતનું સ્થાપન જ કરવામાં આવ્યું છે. તેમાં (અ) દ્રવ્યના છ ભેદ – જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ તથા (બ) પર્યાયની ચર્ચા મુખ્ય છે. આ ગ્રંથ પદાર્થપરીક્ષણ અને સ્વપક્ષસ્થાપનની દૃષ્ટિએ સંપૂર્ણ ગ્રંથ છે.૪૮
-
‘ન્યાયખંડખાઘ’ કે જે ‘મહાવીરસ્તવપ્રકરણ'ના નામે પણ ઓળખાય છે તે પણ તેમના દ્વારા સંસ્કૃતમાં નવ્યન્યાયની શૈલીથી રચાયેલ વિશિષ્ટ કોટિનો અર્થગંભી૨ અને જટિલ ગ્રંથ છે. આ ગ્રંથમાં પ્રભુના અતિશયોનું વર્ણન કરી, વાણી-અતિશયનું પ્રાધાન્ય બતાવીને બૌદ્ધોના ક્ષણિકવાદનું ખંડન કરવામાં આવેલ
છે. ૪૯
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ નામની કૃતિમાં પૂ. ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં બત્રીસ બત્રીસીની રચના કરી છે. આ ગ્રંથ ઉપર તેઓએ ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિ રચી છે. તેમાં અમુક શ્લોકો ઉપર વિસ્તૃત વૃત્તિ છે અને કેટલાક
Jain Education International
યશોવિજયજી : જીવન અને વાડ્મય
29
For Private & Personal Use Only
www.jainelibrary.org