________________
શ્લોકોની સંક્ષિપ્ત વૃત્તિ છે. બત્રીસ શ્લોકનો એક વિભાગ એવા બત્રીસ વિભાગોમાં જૈન દર્શનના મૂળ સિદ્ધાંતોને પોતાની આગવી રીતે, મૌલિકપણે વર્ણવ્યા છે. અષ્ટક, ષોડશક વગેરે પ્રકરણગ્રંથોનો સાર આપવાનો અને જુદાં જુદાં શાસ્ત્રોનું સંકલન કરવાનો મૌલિક પ્રયાસ તેમણે અહીંયાં કર્યો છે. દાન કાત્રિશિકા, દેશના ધા., માર્ગ તા., ભક્તિ તા., યોગ તા., પાતંજલયોગ દ્વા., યોગભેદ દ્વા.. મિત્રા તા., તારાદિ દા., કુતર્કગ્રહનિવૃત્તિ તા., વિનય કા., મુક્તિ દ્વાત્રિશિકા વગેરે અગત્યની બત્રીસીઓ છે.
ભાષારહસ્યમાં જૈન દર્શનના ભાષાવિષયક ખ્યાલોને મૂળ પ્રાકૃત ગાથાઓમાં રજૂ કરીને તેનું સ્વોપજ્ઞ વિવરણ સંસ્કૃતમાં રજૂ કરેલ છે. ગ્રંથના પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે વાક્સમિતિ અને વાગુપ્તિ ચારિત્રનાં અંગ છે અને તે ભાષાવિશુદ્ધિને આભારી છે. ભાષાનું ૧. નામભાષા, ૨. સ્થાપનાભાષા, ૩. દ્રવ્યભાષા અને ૪. ભાવભાષા – આ રીતે ચતુર્વિધ વિભાજન કરીને દરેકના ભેદોપભેદ, લક્ષણ, ઉદાહરણ વગેરે રજૂ કરવામાં આવેલ છે.૧૧
સિડન્વયોક્તિ” નામની તેમની એક અપ્રગટ કૃતિનું માત્ર એક પાનું જ પ્રાપ્ત થાય છે, જે આ કૃતિ વ્યાકરણશાસ્ત્ર સાથે સંલગ્ન શબ્દબોધવિષયક ચર્ચાથી સભર હોવાનું સૂચન કરે છે.
હરિભદ્રસૂરિએ રચેલ “ઉપદેશપદને આધારે, તેના અનુવાદરૂપે નહીં પણ સ્વતંત્ર અનુસર્જનરૂપે ઉપાધ્યાયજીએ “ઉપદેશરહસ્ય' નામના પ્રાકૃત ગ્રંથની રચના કરી છે. આર્યા છંદમાં રચાયેલ ૨૦૩ ગાથામાં તેમણે ૪પ૦થી વધારે વિષયોનો લાઘવથી પરામર્શ કર્યો છે અને પોતે તેના પર સંસ્કૃત ટીકા લખી છે. ઘણા બધા જૈન પ્રાચીન ગ્રંથોની ગાથાઓ તેમણે અહીં આધાર તરીકે ટાંકી છે. આમાં દ્રવ્યચરિત્ર, દેશવિરિત-સર્વવિરતિ, દ્રવ્યસ્તવ-ભાવસ્તવ, વિનયના બાવન ભેદો, વ્યવહારનય-નિશ્ચયનય, ઉપદેશની મહત્તા, એકાંતવાદ-અનેકાંતવાદ, હેતુવાદ, આગમવાદ, ધ્યાનયોગ વગેરે વિવિધ વિષયોની મીમાંસા કરી છે.
સંસ્કૃતમાં રચાયેલ અધ્યાત્મસાર' ગ્રંથમાં અધ્યાત્મની દૃષ્ટિએ જૈન ધર્મસંબંધી વિચારણા રજૂ થયેલ છે. તેના સાત પ્રબંધોના એકવીસ અધિકારોમાં અધ્યાત્મપ્રશંસા, અધ્યાત્મસ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ જેવા વિષયોની ચર્ચા કરવામાં આવેલ છે. શંકરાચાર્યના અદ્વૈત વેદાંતના વિચારો અને તેને અનુલક્ષીને “શ્રીમદ્ ભગવદ્ગીતા'ના કેટલાક વિચારોને ઉપાધ્યાયજીએ પોતાની વિચારણામાં આત્મસાતું કરી લીધા છે તેનો ખ્યાલ આપણને અહીં આવે છે. જૈન યોગમાં જ તેમણે
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org