________________
સંસ્કૃતમાં લખાયેલ “નયપ્રદીપ' ગ્રંથમાં “સપ્તભંગીસમર્થન’ અને ‘નયસમર્થન” નામે બે સર્ગ છે. સાતે ભાંગા કઈ રીતે થાય, સ્યાદ્વાદનું સ્વરૂપ શું, ભાંગા સાત જ કેમ – વગેરે બાબતો પહેલા સર્ગમાં સ્પષ્ટ કરી છે, તો બીજા સર્ગમાં નયવિચારની જરૂરિયાત, પ્રત્યેક નયની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ, પર્યાય અને ગુણના ભેદો અને તેનું સ્વરૂપ, સામાન્યવિશેષનું સ્વરૂપ વગેરે બાબતો સ્પષ્ટ કરી છે.'
અનેકાન્તવ્યવસ્થા' નામે સંસ્કૃત ગ્રંથમાં “નય', નિક્ષેપ', “સપ્તભંગી'ની ચર્ચા તો છે જ, સાથે સાથે તેમાં વૈશેષિક, અદ્વૈત વેદાંત, સાંખ્ય અને બૌદ્ધ મતોનું વિવેચન અનુક્રમે નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપે થયેલું જોઈ શકાય છે.
ઉપાધ્યાયજીની કૃતિઓમાં જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ “જ્ઞાનબિંદુ', “જૈન તભાષા” અને “જ્ઞાનાવ' – આ ત્રણ કૃતિઓ નોંધપાત્ર છે.
“જ્ઞાનબિંદુમાં જ્ઞાનમીમાંસાના પ્રશ્નોની ચર્ચા જિનભદ્રગણિ પ્રમાણે જ કરવામાં આવી છે. આ સંસ્કૃત ગ્રંથના પ્રારંભમાં પંચવિધ જ્ઞાનનું નિરૂપણ છે. પ્રમાણના સ્વત અને પરતસ્વની ટૂંકી ચર્ચા પણ પ્રસંગોપાત્ત અહીં જોવા મળે છે, તો અદ્વૈત વેદાંતે સ્વીકારેલ કેટલીક બાબતોની ઊંડી સમીક્ષા પણ જોવા મળે છે. “કેવલજ્ઞાન' અને “કેવલદર્શન' એકસાથે થાય કે એકની પછી બીજું થાય એ પ્રશ્ન પરત્વે જૈન દર્શનમાં ત્રણ મત પ્રવર્તે છે : (ક) જિનભદ્રગણિ પરંપરાથી ચાલ્યા આવતા આગમ મતને સ્વીકારે છે. તે પ્રમાણે ‘દર્શન’ અને ‘જ્ઞાન' બંનેનો ઉપયોગ ભિન્ન છે અને બંનેની ઉત્પત્તિ ક્રમશઃ થાય છે. આ મત “ક્રમવાદ' તરીકે ઓળખાય છે. (ખ) મલ્લવાદી વગેરેના મતે દર્શન અને “જ્ઞાન” બંને ઉપયોગભિન્ન હોવા છતાં તે બંનેની ઉત્પત્તિ ક્રમિક નહીં પણ એકસાથે હોય છે. આ મત “સહવાદ' તરીકે ઓળખાય છે. (ગ) સિદ્ધસેન દિવાકર ‘દર્શન” અને “જ્ઞાન'નો અભેદ બતાવે છે, જે મત ‘અભેદવાદ' કહેવાય છે. અહીંયાં ઉપાધ્યાયજી જિનભદ્રના મતને બદલે સિદ્ધસેનના અભેદવાદનો જ પક્ષ લે છે અને નયભેદની અપેક્ષાએ આ ત્રણેય મતનો સમન્વય શક્ય છે તે દર્શાવતાં જણાવે છે કે “ક્રમિકવાદ'નું ઋજુસૂત્રનયથી, “સહવાદનું વ્યવહારનયથી અને “અમેદવાદ'નું સંગ્રહનાથી પ્રતિપાદન થાય છે."
“જૈન તર્કભાષા' નામે સંસ્કૃત ગ્રંથમાં જૈન જ્ઞાનમીમાંસાને રજૂ કરતી
યશોવિજયજી : જીવન અને વાડ્મય
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org