________________
સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓ
ઉપાધ્યાયજીએ કાશી અને આગ્રામાં રહીને દર્શનશાસ્ત્રોનો જે વિશદ અભ્યાસ કર્યો તેના પરિપાકરૂપે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તેમની જે કૃતિઓ મળે છે તે મુખ્યત્વે ત્રણ પ્રકારની છે : (અ) જૈન દર્શનને પોતાના સમયના નવીન પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવા માટે સ્વતંત્ર રીતે લખાયેલ મૌલિક કૃતિઓ, (બ) કેટલાક મહત્ત્વના જૈન ગ્રંથો ઉપરની ટીકાઓ અને (ક) અમુક અજૈન ગ્રંથો ઉપરના ટીકાગ્રંથો. અહીંયાં તેમણે રચેલ દર્શનશાસ્ત્રને લગતા કેટલાક મૂળગ્રંથોનો પરિચય મેળવીને પછી ટીકાગ્રંથોનો પરિચય પ્રસ્તુત છે.
તર્કશાસ્ત્રના યુગના જૈન વિદ્વાનોએ જૈન દર્શનના સ્યાદ્વાદ, નયવાદ, અનેકાંતવાદના સિદ્ધાંતોને અન્ય દર્શનશાસ્ત્રો સાથેની ખંડન-મંડનની પ્રક્રિયામાં સમર્થ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. આવા જ પ્રકારના ઉપાધ્યાયજી મહારાજના પ્રયત્નના ફળસ્વરૂપે આપણને પ્રાપ્ત થતી તેમની “નયરહસ્ય”, “નયોપદેશ', નયપ્રદીપ”, “અનેકાંતવ્યવસ્થા” વગેરે કૃતિઓ નોંધપાત્ર છે.
નયરહસ્ય' નામે પ્રકરણગ્રંથમાં નયના સાત પ્રકારોની ચર્ચા મુખ્ય છે. નયના મુખ્ય બે પ્રકારો – દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય – જણાવીને ઉપાધ્યાયજીએ તેના ઉપપ્રકારોની ત્રણ પરંપરા નોંધી છે. નયના ઉપપ્રકારોની સંખ્યા વિષેના મતભેદમાં તેઓ સપ્તનવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતને
સ્વીકારે છે. ઋજુસૂત્રનયને જિનભદ્રગણિ દ્રવ્યાર્થિક નયનો ભેદ માને છે, જ્યારે સિદ્ધસેન દિવાકર તેને પર્યાયાર્થિક નયનો ભેદ માને છે. આ બંને વિચારોનું સ્પષ્ટીકરણ તેઓએ કર્યું છે. દરેક નયની પરસ્પર-સાપેક્ષતા, કયા નયમાંથી કયા દર્શનની ઉત્પત્તિ થઈ, દરેકનું સ્વરૂપ શું, સપ્તભંગીનું સ્વરૂપ શું વગેરે બાબતોની ચર્ચા આ “નયરહસ્ય' ગ્રંથમાં કરવામાં આવેલ છે.*
“નયોપદેશ' નામે સંસ્કૃત ગ્રંથમાં ઉપાધ્યાયજીએ સાત નયનું સ્વરૂપ, કયારે અને ક્યાં કયા નયની યોજના કરવી, કયા નય કયા કયા નિક્ષેપને માને છે વગેરેની ચર્ચા કરી છે. “નયોપદેશ'ને સમજવા માટે નવ્ય ન્યાયની પરિભાષા સમજવી જરૂરી નથી, પણ આ ગ્રંથ ઉપર તેમણે પોતે જ સંસ્કૃતમાં રચેલ
ન્યાયામૃતતરંગિણી' નામની ટીકાનો મોટો ભાગ નવ્ય ન્યાયની પરિભાષામાં છે, આ ટીકામાં અદ્વૈત વેદાંતના મતની વિવેચના કરવામાં આવી છે. ન્યાય-વૈશેષિકના મતની સમીક્ષા પણ અમુક જગ્યાએ કરવામાં આવી છે, તો બૌદ્ધોના ક્ષણિકવાદની ટીકા પણ કરવામાં આવી છે.
જ્ઞાનસારનું તત્વદર્શન
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org