________________
તેમની પ્રતિભાને સમજી શકીએ. પણ તેમની કેટલીક કૃતિઓ નાશ પામી છે, કેટલીક કૃતિઓ અધૂરી મળે છે, જે મળે છે તે બધી કૃતિઓના રચનાસંવત મળતા નથી, એટલે આવી ઐતિહાસિક દૃષ્ટિથી આપણે અત્યારે તેમની પ્રતિભાને મૂલવી શકીએ તેમ નથી.
તેમણે રચેલ વિશાળ સાહિત્યમાંથી દાર્શનિક કે તાત્ત્વિક દૃષ્ટિએ અગત્યની ગણી શકાય તેવી મહત્ત્વની કેટલીક કૃતિઓનો પ્રારંભિક પરિચય એમની પ્રસ્તુત કૃતિને સમજવામાં ઉપકારક બની રહેશે. ગુજરાતી અને હિંદી કૃતિઓ
સૌપ્રથમ પૂ. ઉપાધ્યાયજીએ ગુજરાતમાં રચેલ સાહિત્ય પર દૃષ્ટિપાત કરીએ. તેઓએ ગુજરાતી ભાષામાં અનેક સ્તવનો, સજઝાયો, ચોવીસીઓ, વીશીઓ, રાસાઓ, શતક એમ જુદા જુદા પ્રકારની પદ્ય સાહિત્યકૃતિઓ વિશાળ માત્રામાં રચી છે. તેમના આ ભક્તિરસનીતરતા ગુજરાતી સાહિત્યને એકત્રિત કરીને ‘ગૂર્જર સાહિત્ય સંગ્રહ'ના બે ભાગ રૂપે પ્રગટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે રચેલ હિંદી ભાષાનાં પદો વગેરેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
કેટલીક સંસ્કૃત કૃતિઓનો અર્થ સામાન્ય પ્રજા સમજી શકે તે માટે તેના પર ઉપાધ્યાયજીએ ગુજરાતી ભાષામાં રચેલ બાલાવબોધ(ટબો કે સ્તબક)ની સંખ્યા પણ સારી એવી છે. | ગુજરાતી ભાષાની તેમની આ બધી રચનાઓમાં દાર્શનિક દૃષ્ટિએ તેમણે રચેલ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ચસ' નોંધપાત્ર છે. સત્તર ઢાળની ૨૮૫ ગાથામાં રાસ સ્વરૂપમાં રજૂ થયેલ આ કૃતિમાં તેનું નામ સૂચવે છે તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાયની જ ચર્ચા રજૂ થઈ છે. જૈન તત્ત્વજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની તેમની ઝંખના અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ગુજરાતી કૃતિ ઉપર દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃતમાં ‘દ્રવ્યાનુયોગ તર્કણા” નામે ટીકા રચી છે તે નોંધપાત્ર બીના છે. આ રાસની વિ.સં. ૧૭૧૧માં તેમના ગુરુ પૂ. નયવિજયજી મહારાજના હાથે લખાયેલ પ્રત આજે પણ આપણને મળે છે, તેથી તેનો રચનાકાળ વિ.સં. ૧૭૦૮ આસપાસનો ગણવામાં આવે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયને લગતા જૈન દર્શનને માન્ય મતને રજૂ કરતાં અહીં ગુણને સ્વતંત્ર પદાર્થ ગણવાને બદલે તે પર્યાય જ છે એમ દર્શાવીને દ્રવ્ય અને પર્યાયનો ભેદાભેદ સિદ્ધ કરવામાં આવ્યો છે. જ્ઞાન અને ક્રિયા પૈકી આ રાસમાં જ્ઞાનનું મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે.
યશોવિજયજી : જીવન અને વાડ્મય
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org