________________
શ્રી હરિભદ્રસૂરિની એક સમજણ સ્પષ્ટ હતી કે કોઈપણ સંપ્રદાયના વિદ્વાનની સારી અને સાચી વાત હોય તો તેનો બેધડક સ્વીકાર કરવો. બીજાનું છે, અર્જુનનું છે માટે હેય છે એવો પૂર્વગ્રહ ન રાખવો. તેઓ જણાવે છે : “મને શ્રી મહાવીરનો પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું લાગે તે અંગીકાર કરવા યોગ્ય છે.” આચાર્ય હરિભદ્રસૂરિએ દોરી આપેલા આ પ્રકારના નકશા ઉપર, આ પદ્ધતિ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી ચાલ્યા છે. યશોવિજયજીના સમકાલીન જૈન વિદ્વાનો પૈકી કોઈએ પણ જૈન પરંપરાથી બહા૨ના ગ્રંથોને આટલી તટસ્થ અને તલસ્પર્શી નજ૨થી જોયા નથી. કાં તો તેને અર્હત્-ભાષિત નથી માટે તે મિથ્યા છે એવી નજરે જોઈને તેને નિંઘા છે અથવા તો ઉવેખ્યા છે અને એટલે અંશે એમાં રહેલા સદ્અંશોનો પણ તિરસ્કાર જ થયો છે. જ્યારે ઉપાધ્યાયજીએ તો અન્ય અન્ય દાર્શનિકો દ્વારા લખાયેલા ગ્રંથોમાં છુપાયેલા સદ્અંશોનું ઉદ્ઘાટન કર્યું છે, અને તેઓની અસદૃદૃષ્ટિનું સ્પષ્ટ શબ્દોમાં નિરસન કર્યું છે. આ તેમની સર્વથી ચઢિયાતી વિશેષતા તેમને તેમના સમકાલીનોથી જુદા જ વર્ગમાં મૂકી આપે છે અને ઊંચા સ્તર ઉપર લઈ જાય છે. જેઓની અસદ્ વિચારસરણીની સખત શબ્દોમાં ટીકા કરી છે તેવા અજૈન વિદ્વાનોનો પણ તેઓ આદર મેળવી શક્યા છે તેનું કારણ પણ તેમની આ વિશાળ દૃષ્ટિ જ છે. પોતાના વ્યક્તિગત જીવનમાં પણ જૈનશાસનનો બચાવ કરવાના તેમના પ્રયત્નનો વિરોધ થયો હોવા છતાં પણ તેઓ આ વિશાળદૃષ્ટિ અને તાટસ્થ્યના કારણે જ સત્યપથ ઉપર ટકી રહ્યા હતા.
પોતાના જીવનની વિદ્યાર્થી અવસ્થામાં ઉપાધ્યાયજી સમર્થ બૌદ્ધિક હતા, એટલે તે ગાળામાં રચાયેલ તેમની કૃતિઓમાં તાર્કિક પ્રચુરતા જોવા મળે છે અને તેમાં તેમની સમર્થ તાર્કિક પ્રતિભાનાં દર્શન થાય છે. આ અવસ્થાની કૃતિઓમાં બુદ્ધિની આક્રમકતા જોવા મળે છે. આગળ જતાં તેમના જીવનમાં એક ભૂમિકા એવી રચાય છે કે જ્યારે તેઓ બુદ્ધિના સ્તરેથી થતી પ્રખર બૌદ્ધિક દલીલોની વાત કરવાનું છોડીને અનુભવની કક્ષાએ આવી જાય છે. પાણી સમાન લૌકિક જ્ઞાન અને દૂધ સમાન શાસ્ત્રજ્ઞાન કરતાં પણ અમૃત સમાન અનુભવજ્ઞાનનું મહત્ત્વ ત્યાં વધી જાય છે.
Jain Education International
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
136
For Private & Personal Use Only
www.jainelibrary.org