________________
ઉપસંહાર
-
- ઋગ્વદમાં જણાવ્યું છે, “ઉત્તમ સુવિચારો, ભાવનાઓ અમારી પાસે સર્વ સ્થળેથી આવો.” (“નો ભદ્રા ઋતવો ચત્ત વિશ્વતઃ I') કેટલીક પ્રતિભાઓ એવી હોય છે કે તેઓ ધર્મના, સંપ્રદાયના, પક્ષાપક્ષીના વાડાઓથી પર ઊઠીને સાચા અને સારા વિચારોને પકડી શકે છે. જેને ઉત્તમ વસ્તુ મેળવવી છે, લોકો સમક્ષ મૂકવી છે તેને તે ઉત્તમતાની શોધ એટલી તીવ્ર હોય છે કે ઉત્તમ સંસ્કાર અને સુવિચારો ગમે ત્યાંથી મળે તેને તેઓ ઝીલી લે છે. વિચાર એ એક એવી વૈશ્વિક બાબત છે કે જેના પર કોઈ એક વ્યક્તિ કે કોઈ ધર્મનો ઇજારો ન જ હોય. તેથી તો ઘણી વખત એકબીજાથી તદ્દન અપરિચિત બે મહાન પ્રતિભાઓના વિચારમાં Great Men think alike.” એ ન્યાયે આશ્ચર્યકારક તથા નૈસર્ગિક સામ્ય પણ જોવા મળે છે. ઉપાધ્યાય યશોવિજયજીની પ્રતિભામાં આપણને આ વિરલ ઉદારતાના દર્શન થાય છે.
ઉપાધ્યાયજીને આચાર્ય હરિભદ્રસૂરિ ઉપર વિશેષ પ્રીતિ હતી.
135
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org