________________
મોટે ભાગે એવું બને છે કે પ્રખર બૌદ્ધિક હોય તે સાધક હોવાની શક્યતા ઓછી હોય છે, અને જે સાધક હોય તેનામાં અનુભૂતિનું પ્રાધાન્ય હોવાના કારણે પ્રખર બોદ્ધિકતાનું તત્ત્વ ગૌણ બની જાય છે. ઉપાધ્યાય યશોવિજયજી જેવી પ્રતિભા ભાગ્યે જ જોવા મળે કે જે પૂર્વાવસ્થામાં પ્રખર બૌદ્ધિક હોય અને ઉત્તરાવસ્થામાં અનુભૂતિના માર્ગના પ્રવાસી હોય. તેમના આ અનુભૂતિના માર્ગના પાયામાં પ્રખર બૌદ્ધિકતા તો પડેલી જ છે એટલે તેમની ઉત્તરાવસ્થામાં અધ્યાત્મરસથી રસાયેલ કૃતિઓના પાયામાં બૌદ્ધિકતા હોવાથી આવી કૃતિઓનું મૂલ્ય ઘણું વધી જાય છે. પ્રખર દાર્શનિક શ્રી શંકરાચાર્યના સાહિત્યમાં પણ તત્ત્વનિષ્ઠા અને તાર્કિકતાની સાથે સાથે ભારોભાર ભક્તિ જોવા મળે છે અને તેથી જ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને અપાયેલ “જૈન સંપ્રદાયના શંકરાચાર્ય' તરીકેનું સ્થાન એકદમ સૂચક બની રહે છે.
ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓમાં અન્ય મતોના ખંડનનો અભિગમ છે, અમુક કૃતિઓમાં વિવિધ મતોના સમન્વયની દૃષ્ટિ છે અને થોડીક કૃતિઓમાં સીધા સ્વીકારની જ વાત છે, જેમાં “જ્ઞાનસારનો સમાવેશ થાય છે. “જ્ઞાનસારમાં ખંડનાત્મક અભિગમ પણ નથી, સમન્વયનો પણ પ્રયાસ નથી, માત્ર પોતાને જે વાત સત્ય લાગી તેના સીધા સ્વીકારનું જ વલણ છે. કદાચ “હું શું છું ?' જેવા પ્રશ્નના જવાબની શોધનો પ્રયત્ન કરતાં, વિચારવલોણું કે મંથન કરતાં પોતાનું સહજ સ્વરૂપ મેળવવા માટે જે જે માર્ગો જરૂરી લાગ્યા તેનો માત્ર સ્વીકાર જ અહીંયાં છે, સ્વપરનો કોઈ ભેદ જ નથી. પોતે “સહજને કિનારે આવીને ઊભા અને જે દેખાયું કે અનુભવાયું તેની માત્ર અભિવ્યક્તિ જ અહીંયાં જોવા મળે છે. અનુભવના સાગરમાં ડૂબકી મારીને કરેલી આ રચનામાં માત્ર એક સાધકનો અભિગમ મુખ્ય છે. જે સાધક સાધના કરે છે તેનું જાણે ચિત્રણ કરતા હોય તેવા તેમના આ પ્રયત્નમાં કેફિયતથી કરેલી પોતાની અનુભવમૂલક રજૂઆત છે.
જ્ઞાનસાર'માં તેમણે રજૂ કરેલ વિચારણાની વિશેષતાઓ આ પ્રમાણે નોંધી શકાય : સૌથી પહેલી વાત તો એ કે જૈન તત્ત્વજ્ઞાનના કોઈ સૈદ્ધાંતિક પાસાંઓ કે માત્ર તાત્વિક પ્રશ્નોની ચર્ચા વિચારણા, વિવેચન આ કૃતિમાં ક્યાંય
ઉપસંહાર 137
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org