________________
ક્રિયા બ્રહ્મ છે. હોમવાની વસ્તુ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોમનારે હોમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્મ-સમાધિવાળાએ પ્રાપ્ત કરવાયોગ્ય સ્થાન પણ બ્રહ્મ છે. જે કર્મમાં અકર્મને અને અકર્મમાં કર્મને જુએ તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મનો કર્તા છે.” આ બંનેમાં કર્તુત્વનો ભાવ છોડવાની વાત મુખ્ય છે. (ખ) પતંજલિ
યોગદર્શનના પ્રણેતા પતંજલિને ઉપાધ્યાયજી અવારનવાર ભાવપૂર્વક સંભારે છે : “આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણભૂત જ્ઞાન ઇચ્છવાયોગ્ય છે. આ સિવાય બીજું અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. તે પ્રમાણે મહાત્માએ કહેલ છે.” અહીં મહાત્મા એટલે “પતંજલિ ઋષિ” એ અર્થ બાલાવબોધમાં સ્પષ્ટ
કર્યો છે.૩૮
“અનિત્ય, અશુચિ, અનાત્મ પુદ્ગલોમાં નિત્યતા, શુચિતા, આત્મતાની બુદ્ધિ અવિદ્યા છે. અને શુદ્ધ આત્મામાં નિત્યતા, શુચિતા, આત્મતાની બુદ્ધિ વિદ્યા છે – એમ યોગાચાર્યોએ કહ્યું છે.” અહીં યોગાચાર્યો એટલે “યોગદષ્ટિસંપન્ન પતંજલિપ્રમુખ' એ અર્થ બાલાવબોધમાં આપ્યો છે.
“જો અંત:કરણથી અસ્થિરતારૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘ સમાધિની શ્રેણિને ઘટાને) વિખેરી નાખીશ.” એમ કહ્યું છે ત્યાં પોતાની ધર્મમેઘ સમાધિની વાતને પાતંજલ યોગશાસ્ત્રમાં રજૂ થયેલ અસંપ્રજ્ઞાત સમાધિની સાથે સરખાવતા ટબામાં જણાવ્યું છે કે, “પાતંજલ યોગશાસ્ત્રમાં ધર્મમેઘ સમાધિને અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાનો નાશ કરીશ એટલે આવતા કેવળજ્ઞાનને વિખેરી નાંખીશ.”
ઉપાધ્યાયજીએ પાતંજલ યોગસૂત્ર ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છે, તેથી પતંજલિના યોગવિષયક સિદ્ધાંતોથી તો તેઓ સુપરિચિત છે જ. આ યોગદર્શનનાં સૂત્રો પર જ્યાં જૈન મત અને સાંખ્ય મત વચ્ચે ભેદ છે તેવાં સૂત્રો પર જ તેમણે આ વૃત્તિ રચી છે અને તેના દ્વારા જૈન દર્શન અને યોગ દર્શનનો વિરોધ છતાં તેના સુમેળનો સુંદર પ્રયત્ન કર્યો છે. “જ્ઞાનસાર'માં પતંજલિના યોગવિષયક વિચારોનો પ્રભાવ હોય તે સ્વાભાવિક છે. (ગ) ઉપનિષદ
ઉપનિષદનો સ્પષ્ટ ઉલ્લેખ તો ‘ચતો વેરો નિત્રર્તન્ત બપ્રાપ્ય મનરના સેઢ' એમ જણાવીને એક જ જગ્યાએ કર્યો છે, પણ “જ્ઞાનસાર'ને વાંચતાં તેની વાણી સતત ઉપનિષદની વાણી સમાન જણાય છે. “જ્ઞાનસાર'માં ઠેરઠેર વપરાયેલા
જ્ઞાનસારનું તવદર્શન .
126
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org