________________
. પ્રતિવાદથી દૂષિત છે, જ્યારે સમભાવના સુખનો આસ્વાદી જ્ઞાની સર્વ નયોનો આશ્રિત હોય છે.”૩૪
આ બધાં અવતરણો ઉપર નજર ફેરવતાં પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ બધા સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ તો તેમણે કર્યો જ છે; આ સિવાય પણ અનેક પ્રાચીન મૂલ્યવાન ગ્રંથોનો પ્રભાવ તેમના પર પડ્યો છે તેમાં સંદેહ નથી. જુદા જુદા જૈન ગ્રંથોના વિચારોને પોતે હૃદયસ્થ કર્યા અને આ વિચારો પોતાના સર્જનમાં જ્યાં જ્યાં વ્યક્ત થયાં ત્યાં ત્યાં તેનો સ્થળનિર્દેશ કર્યો તે તેમની વિદ્વત્તાનું અને સાથે સાથે પ્રામાણિકતા અને નમ્રતાનું સૂચન કરે છે.
૩. જૈનેતર સાહિત્ય ઉપાધ્યાયજીને કાશી તથા આગ્રામાં જૈનેતર સાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી હતી, તેથી શરૂઆતથી જ તેઓ આ સાહિત્યના પણ સારા જ્ઞાતા હતા. જ્ઞાનસારમાં જૈનેતર ગ્રંથોનાં અવતરણોમાં “શ્રીમદ્ ભગવદ્ગીતા'નો ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે, યોગસૂત્રકાર પતંજલિનો પણ નિર્દેશ થયો છે, તો ઉપનિષદની વિચારણાનો પડઘો પણ ઝિલાયેલો જોઈ શકાય છે. (ક) શ્રીમદ્ ભગવદ્ગીતા' . ખરેખર તો શબ્દશઃ ગીતાનો ઉલ્લેખ થયો ન હોય તોપણ “જ્ઞાનસારના ઘણા શ્લોકોમાં ગીતાની વિચારસરણીની અસર જોવા મળે છે. જેમ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધીને ઉપદેશ આપે છે તેમ “જ્ઞાનસાર'માં પણ એક સાધકને નજર સામે રાખીને ઉપાધ્યાયજી પોતાનું ચિંતન રજૂ કરે છે. જેનેતર સાહિત્યનો સવિશેષ અભ્યાસ અને પક્ષપાત વગર સાચો મત સ્વીકારવાના વલણને કારણે તેમની રજૂઆતમાં ઘણું ઉદાર વલણ અભિવ્યક્ત થાય છે. “જ્ઞાનસાર' ઉપર ગીતાની અસર ક્યાં ક્યાં છે તે વિષય તો સ્વતંત્ર અભ્યાસ માગી લે તેમ છે; અહીં માત્ર તેમણે આપેલ બે અવતરણોનો વિચાર કર્યો છે.
“જ્ઞાનસાર'માં જણાવ્યું છે, “કર્માધીન જગતમાં પર્યાયાર્થિક નયના ભેદોને ગૌણ ગણીને દ્રવ્યાર્થિકનયે વિચારીને યોગી બધાને સમાન ગણે છે.” તેની સાથે ગીતાની જ આ પ્રકારની વાતનો આધાર ટાંકતાં જણાવ્યું છે : “જ્ઞાની પુરુષ બ્રાહ્મણ, ગાય, કૂતરો, હાથી, ચાંઠાળ આ બધાંમાં સમદષ્ટિવાળા હોય છે અને તેમનો આ સમભાવ જ તેમને સંસારને જીતવામાં મદદ કરે છે.'
સાધક પોતાના કર્તાપણાનું અભિમાન બ્રહ્માગ્નિમાં હોમે તો તે યોગ્ય છે.” આની સાથે મૂકી શકાય તેવા ગીતાના વિચારને જોઈએ : “અર્પણ કરવાની
પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ
125
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org