________________
:
નિર્ગુણ બ્રહ્મ (૮/૭), નિર્દેન્દ્ર બ્રહ્મ (૨૬/૬), શબ્દ બ્રહ્મ (૨૬/૮), ચિદાનંદઘન (૧૮/૫), ચિદાનંદ (૨૧/૮), પરબ્રહ્મ (૨૩/૮) વગેરે શબ્દો ઉપનિષદના પ્રભાવ નીચે આવેલા શબ્દો છે. “નિર્દેન્દ્ર બ્રહ્મને લિપિમયી, વાડ્મયી, મનોમયી દૃષ્ટિ જાણી ન શકે” એમ દર્શાવે છે ત્યારે તેનાં મૂળ કઠોપનિષદના ‘બુદ્ધિ, મન, વાણી, તર્કથી બ્રહ્મ પર છે, તે કેવળ અનુભવગમ્ય છે' જેવા વિચારમાં જોઈ શકાય છે. ‘નિયાગ-અષ્ટક'ના શ્લોકો વાંચીએ ત્યારે વેદ કે ઉપનિષદની વાણી જ હોય તેવો સતત ભાસ થાય છે. આમ ઉપનિષદના તેમના પર પડેલા સંસ્કારનો સતત ખ્યાલ આપણને ‘જ્ઞાનસાર’માં આવે છે.
૪૩
(ઘ) પૂર્વમીમાંસા
પૂર્વમીમાંસામાં કહેલ ઐહિક ઇચ્છાવાળા દ્રવ્યયજ્ઞને છોડવાની વાત તેઓ જ્યારે કરે છે” ત્યારે કે ક્ષેનયાગવાળા હિંસક યજ્ઞને છોડીને જ્ઞાનયજ્ઞને સ્વીકારવાની વાત કરે છે ત્યારે પૂર્વમીમાંસા અંગેના તેમના અભ્યાસનો પણ ખ્યાલ આવે છે.
૪૫
૪. લોકસાહિત્ય
‘જ્ઞાનસાર’માં ઘણી જગ્યાએ ઉપાધ્યાયજીએ નાની નાની લોકોક્તિઓ દ્વારા પોતાની વાતને કુશળતાપૂર્વક રજૂ કરી છે. દા.ત. “આચાર જ કુળને કહે છે તો પછી આત્મપ્રશંસા શા માટે કરવી ? ૪૬ “આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે.” “ઘાંચીનો બળદ ઘરે જ પચાસ કોશ ચાલવા છતાં પ્રગતિ ન કરે, તેમ અનિશ્ચિત પૂર્વપક્ષ અને ઉત્ત૨૫ક્ષ કહેતાં છ માસ સુધી કંઠશોષ કરે તો પણ તત્ત્વનો પાર ન પામે ૪૮
“તૃણથી આકડાનું રૂ હલકું છે અને આકડાના રૂથી યાચક હલકો છે તો પણ ‘મારી પાસેથી માગશે' એવા ભયથી વાયુ તેને ખેંચી જતો નથી.” જેવાં સુભાષિત દ્વારા યાચકની દશાનો ખ્યાલ આપ્યો છે.
૪૯
“શાકાદિ સહિત પણ ગોરસ સિવાયના (દહીં, છાશ, માખણ વગેરે સિવાયના) ભોજનમાં શો રસ છે ?” જેવી પ્રચલિત માન્યતાનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ થયો છે.
૫૦
‘જ્ઞાનસાર’નાં આ બધાં અવતરણોને માત્ર ઉપલક દૃષ્ટિએ જોઈએ તો પણ તેમની વિશાળ દૃષ્ટિનો ખ્યાલ આપણને આવે જ છે. આ બધાં અવતરણોને વધારે ઊંડાણથી તપાસવા માટે વિશેષ અભ્યાસ જરૂરી છે.
પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ
127
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org