________________
મળે છે તો ક્યાંક સિદ્ધસેન દિવાકરના “સન્મતિતર્કનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ક્યાંક દિગંબર સંપ્રદાયના કુંદકુંદાચાર્યના “સમયસાર” અને “પ્રવચનસારમાંથી આધારો અપાયેલા છે તો ઘણી જગ્યાએ પૂઆ. શ્રી હરિભદ્રસૂરિની “ષોડશક', યોગવિશિકા' વગેરે અનેક કૃતિઓનો ઉલ્લેખ કરેલો છે. હેમચંદ્રાચાર્યકૃત “યોગશાસ્ત્ર' કે “દ્વાત્રિશત્કાત્રિશિકા'ના વિચારોને પણ તેમણે સ્વીકાર્યા છે. આ બધા પૂર્વાચાર્યોમાં સૌથી વધારે જો કોઈના સાહિત્યનો ઉલ્લેખ કર્યો હોય તો તે છે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીનું સાહિત્ય.. (ક) ઉમાસ્વાતિ
ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર' અને “પ્રશમરતિ' આ બંને ગ્રંથોની અસર તો ઉપાધ્યાયજી ઉપર છે જ. “તત્ત્વાર્થસૂત્ર'માંથી ભલે તેમણે અહીં અવતરણો ન આપ્યાં હોય પણ તેના મૂળગુણ-ઉત્તરગુણ, રત્નત્રય, “કર્મક્ષયે મોક્ષ' જેવા વિચારોની અસર તો છે જ. જ્યારે “પ્રશમરતિ'માંથી તો તેઓ અવારનવાર અવતરણો પણ આપે છે.
“સાધુ આત્મિક સંપત્તિની અનંત ઋદ્ધિ પામે તો પણ તેમાં આસક્તિ ધારણ ન કરે” એમ “જ્ઞાનસાર'માં જણાવ્યું છે ત્યારે તે “સાધુ પ્રશમરતિના સુખમાં મગ્ન થવા છતાં તે ઋદ્ધિના સુખમાં આસક્તિ રાખતા નથી અને આવા સાધુની આત્મિક સંપત્તિની તોલે દેવોની ઋદ્ધિ ન આવે” એ “પ્રશમરતિના વિચારને આધારે જણાવ્યું છે તે સ્પષ્ટ કર્યું છે.
પોતે જ્યારે જણાવે છે કે, “જ્ઞાનરાજ્યવાળા સાધુને ક્યાંયથી ભય ન હોય” ત્યારે તેના સમર્થનમાં “પ્રશમરતિનો શ્લોક ટાંકે છે કે, “આચારાંગના અધ્યયનોમાં કહેલા અર્થની ભાવના અને ચારિત્રથી સુરક્ષિત હૃદયવાળાનો ક્યાંય પરાજય થતો નથી.”૧૩
“જ્ઞાનસાર'માં કર્મની વિષમતા વર્ણવી ત્યારે તેના પાયામાં પણ “પ્રશમરતિનો ઉલ્લેખ કર્યો છે, કે “જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ, બળ, ભોગ વગેરેમાં પ્રાપ્ત વિષમપણું કર્મને આધીન છે. વિદ્વાનને તેથી સંસારમાં પ્રીતિ થતી નથી.”૧૪
શાસ્ત્રની સમજૂતી ઉપાધ્યાયજીએ આપી છે તે પણ પ્રશમરતિના આધારે રજૂ થઈ છે, કે “હિતશિક્ષા આપવાના સામર્થ્યથી તથા નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે.”૧૫
પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ
121
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org