________________
ચારિત્રપર્યાય વધતાં બાર માસના પર્યાય વડે સર્વ દેવો કરતાં ઉત્તમ એવું ઉત્કૃષ્ટ સુખ પામે છે.”)
ભગવતી આદિ ગ્રંથોના આધારે પોતે આ વિચાર વ્યક્ત કર્યો છે તે મૂળ શ્લોકમાં પણ જણાવ્યું છે. (ઘ) વિશેષાવશ્યકભાષ્ય'
“મૂચ્છથી પરિગ્રહ છે અને અમૂર્છાથી અપરિગ્રહ છે” આ વિશેષાવશ્યકભાષ્ય'ના મૂળ વિચારને “મૂર્છાથી આચ્છાદિત બુદ્ધિવાનને સમગ્ર જગત પરિગ્રહરૂપ છે અને મૂચ્છથી મુક્ત જ્ઞાની પુરુષને સમગ્ર જગત અપરિગ્રહરૂપ છે” એમ કહીને “જ્ઞાનસાર'માં પ્રતિબિંબિત કર્યો છે.
ધ્યાન એટલે એકાગ્રતાની બુદ્ધિ” એમ પોતે કહે છે ત્યારે તે વાત એમનેમ નથી જણાવી, પણ તેને “જે સ્થિર અધ્યવસાન અર્થાત્ મન છે તે ધ્યાન છે” તે “વિશેષાવશ્યક'ના વિચારનો ટેકો છે તે સ્પષ્ટ કર્યું છે.” (૨) “અનુયોગદ્વાર'
સાધુનું આચરણ કેવું હોય તે સ્પષ્ટ કરતાં “અનુયોગદ્વાર'માં જણાવ્યું છે કે “બધા નયોનું અનેક પ્રકારનું વક્તવ્ય સાંભળીને જે આચરણ બધા નયથી વિશુદ્ધ હોય તે આચરણરૂપી ગુણમાં સાધુ સ્થિર રહે.” આ વિચારણાનો પડઘો “જ્ઞાનસાર”માં “ચારિત્રગુણોમાં લીન મુનિ સર્વ નયોનો આશ્રય કરનાર હોય છે.” એ રજૂઆતમાં પડતો જોઈ શકાય છે. (છ) દશાશ્રુતસ્કંધચૂર્ણિ
- “જ્ઞાનસાર'માં જ્યાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષનો ઉલ્લેખ કર્યો છે ત્યાં કૃષ્ણપાક્ષિક સાધક અને શુક્લપાક્ષિક સાધક એમ બે ભેદ અભિપ્રેત છે. આ બેમાંથી શુક્લપાક્ષિક સાધકોની પ્રગતિ ઝડપથી થાય છે તે હકીકતને “દશાશ્રુતસ્કંધચૂર્ણિ'ને આધારે સમર્થન આપ્યું છે. .
તેમના પર આગમસાહિત્યની ગાઢ અસર હતી તેનો ખ્યાલ આ અવતરણો ઉપરથી આવે છે.
૨. આગમેતર જૈન સાહિત્ય ઈ.સ.ની ચોથી-પાંચમી સદીથી શરૂ કરીને ઈ.સ.ની સોળમી-સત્તરમી સદી સુધી જે વિશાળ જૈન સાહિત્ય રચાયું તેનાથી પણ ઉપાધ્યાયજી સુપરિચિત હતા જ. “જ્ઞાનસારમાં ક્યાંક ઉમાસ્વાતિકૃત “પ્રશમરતિ'નાં અવતરણો જોવા
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
120
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org